GSTV
Gujarat Government Advertisement

યોજના/ તમારા બાળકને ભવિષ્ય માટે કરો તૈયાર, લ્યો LICનો ન્યૂ ચિલ્ડ્રન મની બેક પ્લાન

પ્લાન

Last Updated on February 25, 2021 by

દેશની સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની ભારતીય જીવન વીમા નિગમ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખી અનેક પોલિસીઓ રજૂ કરે છે. આ કંપનીની પોલિસીમાં રોકાણ પર ગ્રાહકોને અનેક ફાયદાઓ આપવામાં આવે છે. વર્તમાન સમયમાં પેરેન્ટ્સની ફાઈનાન્શિયલ પ્લાનિંગના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક તેમના બાળકો પણ સામેલ હોય છે. અમૂક લોકો બાળકોના અભ્યાસ, લગ્ન અને અન્ય ખર્ચો માટે રોકાણ કરતા હોય છે. ભારતીય જીવન વીમા નીગમ પણ એવી જ એક સ્કીમ છે. જે બાળકોની જરૂરતોને ધ્યાનમાં તૈયાર કરવામાં આવી છે. અમે વાત કરી રહ્યા છીએ LICની ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેંક પ્લાન’ અંગે.

lic

આવો જાણીએ આ પોલિસી અંગેની ખાસ વાતો

  • આ વીમો લેવાની લઘુત્તમ આયુ 0 વર્ષની છે.
  • વીમો લેવાની મહત્તમ આયુ 12 વર્ષની છે.
  • તેની ન્યૂનત્તમ વીમા રાશિ 10,000 રૂપિયા છે.
  • મહત્તમ વીમા રાશિની કોઈ સીમા નથી.
  • પ્રીમ્યમ વેવર બેનિફિટ રાઈડર-ઓપ્શન પણ ઉપલબ્ધ છે.

મેચ્યોરિટીની અવધી – LIC ની ન્યૂ ચિલ્ડ્રેન્સ મની બેક પ્લાનનો કુલ ટર્મ 25 વર્ષ હોય છે.

મની બેંક ઈન્સ્ટોલમેન્ટ – આ પ્લાન હેઠળ LIC બાળકના 18 વર્ષ, 20 વર્ષ, અને 22 વર્ષના થવા પર બેઝિક સમ ઈન્શ્યોરન્સના 20-20 % રકમની ચૂકવણી કરે છે. વધુ 40 % રકમની ચુકવણી પોલિસી હોલ્ડરના 25 વર્ષ પૂરા થવા પર કરવામાં આવશે. આ સાથે જ તમામ પ્રકારના ઉત્કૃસ્ટ બોનસની ચુકવણી કરવામાં આવશે.

lic

મેચ્યોરિટી બેનિફિટ – પોલિસી મેચ્યોરિટીનો સમય પોલિસીધારકને વીમા રકમના બચેલ 40 % બોનસ સાથે મળશે.

ડેથ બેનિફિટ – પોલિસી અવધી દરમ્યાન પોલિસીધારકની મૃત્યુની સ્થિતિમાં વીમા રકમ ઉપરાંત સાધારણ પ્રત્યાવર્તી બોનસ અને અંતિમ અતિરિક્ત બોનસ આપવામાં આવશે. ડેથ બેનિફિટ કૂલ પ્રીમિયમ પેમેન્ટના 105 %થી ઓછું નહીં હોય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો