GSTV
Gujarat Government Advertisement

LICની જીવન ઉમંગ પોલીસી: ત્રણ મહિનાના બાળકથી લઈને 55 વર્ષ સુધીના લોકોને મળશે ફાયદો, જાણી લો કેવી રીતે કરશો રોકાણ

lic

Last Updated on April 2, 2021 by

LICની જીવન ઉમંગ પોલીસીમાં ત્રણ મહિનાના બાળકથી લઈને 55 વર્ષ સુધીના લોકો રોકાણ કરી શકે છે. તેમાં 100 વર્ષ સુધીનું કવરેજ મળે છે. સાથે જ પોલીસીધારકના મૃત્યુ પર પરીવારને એક ચોક્કસ રકમ પણ મળે છે.  સુરક્ષીત ભવિષ્ય માટે બચત કરવી ખુબ જ જરૂરી છે. એવામાં મોટાભાગના લોકો એવી સ્કીમમાં રોકાણ કરવા ઇચ્છે છે કે જ્યાં જોખમ નહીવત હોય.

જો તમે પણ આવી કોઈ સ્કીમમાં રોકાણ કરવા માગો છો તો LICની જીવન ઉમંગ પોલીસી એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમા દર મહિને માત્ર 1302 રૂપિયાના રોકાણથી 28 લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે. સાથે જ પોલીસીધારકના મૃત્યુ પછી પણ પરીવારને પૈસા મળે છે. તો શું છે આ સ્કીમ અને તેમાં કેવી રીતે રોકાણ કરી શકશો. જાણી લો.

lic

શું છે LICની જીવન ઉમંગ પોલીસી

આ એક એન્ડોમેન્ટ પ્લાન છે. તેમાં લાઇફ કવરની સાથે સાથે મેચ્યોરીટી પર એક ચોક્ક્સ રકમ પણ મળે છે. આ યોજના હેઠળ ત્રણ મહિનાના બાળકથી લઈને 55 વર્ષના વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ યોજના હેઠળ 100 વર્ષ સુધીનું કવરેજ મળે છે. જો પોલીસીધારકનુ મૃત્યુ થાય છે તો પરીવાર અને વારસદારને એક ચોક્કસ રકમ મળે છે.

lic

કેટલા વર્ષ માટે કરવાનું રહેશે રોકાણ

આ પોલીસી અંતર્ગત રોકાણકાર 15, 20, 25 કે 30 વર્ષ સુધી રોકાણ કરી શકે છે. તેમાં ગેરેંટી સાથે વીમો મળતો રહેશે જે વીમાનો વાર્ષિક 8% ભાગ છે. પોલીસી દરમીયામ પોલીસીધારકનું મૃત્યુ થાય અથવા તે વિકલાંગ થાય તો ટર્મ રાઇડરનો પણ લાભ મળશે. આ ઉપરાંત પ્રીમીયમ પર 80સી હેઠળ આઇટીમાં પણ રાહત મળે છે.

lic

આ પોલીસી કેવી રીતે છે ફાયદાકારક

LICની આ પોલીસી અંતર્ગત જો દર મહિને 1302 રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો વાર્ષિક રોકાણ 15,298 રૂપિયા થશે. એવામાં જો તમે પોલીસી 30 વર્ષ માટે લો છો તો રોકાણની કુલ રકમ 4,58,940 રૂપિયા થશે. ત્યાર બાદ એટલે કે 31મા વર્ષે તમને વાર્ષિક 40 હજાર રૂપિયાનુ રીટર્ન મળશે. જો તમે સો વર્ષની ઉંમર સુધી રીટર્ન લો છો તો આ રકમ વધીને 28 લાખ રૂપિયા થઈ જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો