Last Updated on March 12, 2021 by
એલઆઈસી (LIC) અવારનવાર પોતાના ગ્રાહકોની સુરક્ષા માટે વિશેષ પ્લાન લઇને આવે છે. એલઆઈસીનો જીવન લાભ પ્લાન (LIC jeevan Labh) દ્વારા, તમે દરરોજ 233 રૂપિયાનું રોકાણ કરીને 17 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. એટલે કે, તમે થોડા વર્ષોમાં લખપતિ બની શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે LICના પ્લાન્સ દરેક વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ચાલો આજે અમે તમને આ વિશેષ પ્લાન્સ વિશે જણાવીએ –
બાળકોના લગ્ન અને શિક્ષણ માટે ખાસ છે આ પ્લાન
આ પ્લાનનું નામ જીવન લાભ (936) છે. આ એક નોન-લિંક્ડ પોલીસી છે. આને કારણે પોલીસીનો શેર માર્કેટ સાથે કોઈ સંબંધ નથી. આ લિમિટેડ પ્રીમિયમ પ્લાન છે. કંપનીએ આ પ્લાન બાળકોના લગ્ન, અભ્યાસ અને સંપત્તિની ખરીદી માટે બનાવી છે.
>> LICની જીવન લાભની પોલીસી નફો અને સુરક્ષા બંને ઑફર કરે છે.
>> 8 થી 59 વર્ષની વયના લોકો આ પોલીસી લઈ શકે છે.
>> પોલિસીનો ટર્મ 16 થી 25 વર્ષ સુધી લઈ શકાય છે.
>> ઓછામાં ઓછી 2 લાખ રૂપિયાનો સમ અશ્યોર્ડ લેવાનું રહેશે.
>> મહત્તમની કોઈ મર્યાદા નથી.
>> 3 વર્ષનું પ્રીમિયમ ભરવા માટે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
>> નોમિનીને પ્રીમિયમ પર ટેક્સ કપાત પર અને પોલિસી ધારકના મૃત્યુ પર વીમા રકમ અને બોનસનો લાભ મળે છે.
પોલિસી ધારકનું મૃત્યુ થાય તો?
જો પોલિસી ધારક પોલીસી અવધિ દરમિયાન મૃત્યુ પામે છે અને મૃત્યુ સુધીનું તમામ પ્રીમિયમ ચૂકવ્યું છે, તો પછી નોમિનીને મૃત્યુ લાભ તરીકે મૃત્યુ પરની વીમા રકમ, સિંપલ રીવર્સનરી બોનસ અને ફાઇનલ એડિશન બોનસ (જો હોય તો) ચૂકવવામાં આવે છે. મતલબ કે નોમિનીને વધારાની વીમા રકમ મળશે.
તમને કેવી રીતે મળશે 17 લાખ?
જણાવી દઇએ કે જો કોઈ વ્યક્તિ 23 વર્ષની ઉંમરે 16 વર્ષનો ટર્મ પ્લાન અને 10 લાખ સમ અશ્યોર્ડનો વિકલ્પ પસંદ કરે છે, તો તેણે 10 વર્ષ માટે દરરોજ 233 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે, તેણે કુલ 855107 રૂપિયા ચૂકવવા પડશે. આ રકમ પાકતી મુદતે એટલે કે 39 વર્ષની ઉંમરે આપવામાં આવશે, જેની કિંમત 17,13,000 રૂપિયા હશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31