GSTV
Gujarat Government Advertisement

Home Loan પર માફ થશે 6 EMI! LIC હાઉસિંગ ફાઈનાન્સે શરૂ કરી આ નવી સ્કીમ, જાણો કોણ ઉઠાવી શકશે તેનો લાભ

Last Updated on March 26, 2021 by

LIC Housing Finance એ દેશના સિનિયર સિટિઝનો માટે હોમ લોન પર એક જબરદસ્ત સ્કીમ રજુ કરી છે. આ સ્કીમ હેઠળ વૃદ્ધોને હોમલોનની 67 EMI ને ભરવાથી સંપૂર્ણ રાહત મળી છે. એટલે કે, હોમ લોનની પુરી અવધિ દરમ્યાન 6 EMIનો ભાર ઓછો થઈ જશે. ખાસ વૃદ્ધો માટે શરૂ કરાયેલી આ સ્કીમના દાયરામાં તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારી અને પેંશનર્સ આવશે.

LIC Housing Financeની નવી હોમ લોન સ્કીમ

નોન બેકિંગ ફાઈનાન્સ કંપની LIC Housing Finance તરફથી શરૂ કરાયેલી સ્કીમનુ નામ ગૃહ વરિષ્ઠ છે. આ સ્કીમ ખાસ તે કર્મચારીઓ અને પેંશનધારકો માટે છે જે Defined Benefit Pension Scheme હેઠળ કવર્ડ છે. જોકે, EMI પર છૂટનો ફાયદો પહેલા પણ આપવામાં આવી રહ્યો છે.

6 EMI પર આવી રીતે મળશે છૂટ

LIC Housing Finance તરફથી જારી કરેલા નિવેદનમાં કહેવાયુ છે કે, EMIમાં છૂટ 37મી, 38મી, 73મી, 74મી, 12મી અને 122મી EMI પરલ લાગૂ થશે. જેને આઉટસ્ટેન્ડિંગ પ્રિસ્પલ એટલે કે, મૂળરકમમાં એડજસ્ટ કરાશે. LIC Housing Finance તરફથી જારી નિવેદન મુજબ ગૃહ વરિષ્ઠ સ્કીમ હેઠળ આ સ્કીમ માટે અપ્લાઈ કરતા સમયે ગ્રાહકની ઉંમર 65 વર્ષ સુધી હોવી જોઈએ. આ લોનની અવધિ ગ્રાહકની 80 વર્ષની ઉંમર સુધી હશે અથવા તો વધારે અવધિ 30 વર્ષની હશે, તેમાંથી જે પહેલા હશે.

આ વૃદ્ધોને થશે ફાયદો

LIC Housing Financeની આ સ્કીમ હેઠળ ગ્રાહક લોનનો ઉપયોગ ઘર ખરીદવા, ઘરનું રિનોવેશન કરાવવા અથવા હાલની પ્રોપર્ટીનો વિસ્તાર કરવા માટે લોન લઈ શકે છે. આ સ્કીમના દાયરામાં સરકારી વીમા કંપનીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારી અને પેંશવર્સ આવશે. તે ઉપરાંત રેલ્વે, ડિફેંસ અને બેંકોના કર્મચારી અને પેંશનર્સ પણ આવશે. ડે ડિફાઈંડ બેનિફિટ પેંશન સ્કીમ હેઠળ કવર્ડ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો