Last Updated on April 11, 2021 by
લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC)એ ગત મહિને LIC BACHAT PLUS નામથી નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ એક નોન લિંક્ડ (શેર બજારથી જોડાયેલ નથી), ઇન્ડિવિજ્યુઅલ લાઇફ ઇન્શ્યોરન્સ સેવિંગ પ્લાન છે. આ પોલિસીમાં જો પોલિસી હોલ્ડરનું મેચ્યોરિટી પહેલા મૃત્યુ થાય છે તો નોમિનીને મોટી રકમ મળે છે. જો તે જીવિત રહે છે, તો પોલિસી હોલ્ડરને મેચ્યોરિટીનો લાભ મળે છે, જેમાં લોયલટી એડિશન પણ હોય છે. દર વર્ષે એલઆઈસી તરફથી તેને જારી કરાય છે.
આ પોલિસીને 15 માર્ચ 2021ના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને ફક્ત 180 દિવસ સુધી જ તેનું વેચાણ થશે. એટલે કે આ પોલિસીને ખરીદવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2021 છે. આ પ્લાનમાં પ્રીમિયમ પેમેન્ટના બે વિકલ્પ આપવામાં આવ્યા છે. Single Premiumમાં એક સાથે પ્રીમિયમ જમા કરાવી શકાય છે. તેના હેઠળ પણ બે વિકલ્પ આપવામાં આવે છે. બીજો વિકલ્પ છે Limited Premiumનો, જે પાંચ વર્ષ માટે છે. તેમાં પણ બે વિકલ્પ છે. આ પ્રકારે પ્રીમિયમ જમા કરવાના કુલ ચાર વિકલ્પ છે.
70 વર્ષ સુધી આ પોલિસી લઇ શકાય છે
મિનિમમ એન્ટ્રી ઉંમર સિંગલ પ્રીમિયમના બંને વિકલ્પો અને લિમિટેડ પ્રીમિયમના પહેલા વિકલ્પ માટે 90 દિવસ છે. લિમિટેડ પ્રીમિયમના બીજા વિકલ્પ માટે તે 40 વર્ષ છે. મેક્સિમમ એન્ટ્રી એઝ સિંગલ પ્રીમિયમ માટે 44 વર્ષ અને 70 વર્ષ છે. લિમિટેડ પ્રીમિયમ માટે તે 60 વર્ષ અને 65 વર્ષ છે. મેચ્યોરિટી માટે મિનિમમ ઉંમર 18 વર્ષ છે.
10-25 વર્ષ પોલિસી ટર્મ
મિનિમમ પોલિસી ટર્મ 10 વર્ષની છે. જો બાળકો માટે પોલિસી લઇ રહ્યા છો, તો પોલિસી ટર્મ તેના 18 વર્ષ પૂર્ણ થવા સુધી રહેશે. મેક્સિમમ પોલિસી ટર્મ 25 વર્ષ છે. પ્રીમિયમ પેઇન્ગ ટર્મ સિંગલ પ્રીમિયમ છે અને લિમિટેડ પ્રીમિય માટે 5 વર્ષ છે. આ પોલિસીની સૌથી ખાસ વાત છે સમ એશ્યોર્ડ ઓન ડેથ. પ્રીમિયમ અને ડેથ બેનેફિટ ઉંમરના હિસાબથી સેમ બેઝિક સમ એશયોર્ડ માટે જુદી-જુદી હશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31