GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો / સામાન્ય માણસ માટે LICની એક ખાસ સ્કીમ, માત્ર 100 રૂપિયામાં મળશે 75000 રૂપિયાનું ઈન્સ્યોરન્સ

Last Updated on March 15, 2021 by

ભારત સરકારે ગરીબો માટે કેટલીક સામાજીક સૂરક્ષા યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમો અને યોજનાઓનો હેતુ ગરીબોની જીંદગીમા શુશી લાવવાનો અને સામાજીક સૂરક્ષા આપવાનો છે. ગરીબ લોકોના હિતોને ધ્યાનમાં રાખીને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને Aam Admi Bima Yojanaની શરૂઆત કરી હતી. આ પ્રોગ્રામ હેઠળ વીમા કરનાર વ્યક્તિને કેટલીક પ્રકારના ફાયદા મળે છે.

LIC Aam Admi Bima Yojanaના ફાયદાની વાત કરીએ તો, તેમા વીમા કરનાર વ્યક્તિની કૂદરતી કે આકસ્મિક મોત ઉપરાંત અંપગતાને પણ કવર કરાય છે. ઈન્સ્યોરન્સ પિરિયડ દરમ્યાન જો કોઈની કૂદરતી મોત થાય તો નોમિનિને 30 હજાર રૂપિયા મળશે. આકસ્મિક મોતમાં 75 હજાર. પૂર્ણ વિકલાંગતાના કેસમાં પણ 75 હજાર રૂપિયા મળે છે. આંધળપણા, બંને હાથ અથવા પગ જતા રહેવા, એક આંખ એક પગનુ જવુપરમેનેન્ટ ડિસેબલિટી હેઠળ આવે છે. જો કોઈની એક આંખ અથવા એક પગ જતો રેહ તો તેને 37500 રૂપિયા મળશે.

બાળકોને પણ શિષ્યવૃત્તિ મળે છે

આ વીમા યોજના હેઠળ વીમાધારકના મોત પછી બાળકોને શિષ્યવૃત્તિ પણ મળે છે. આ એક એડ-ઓન સેવા છે. આ અંતર્ગત 9-12 વર્ગમાં ભણતા બે બાળકોને દર મહિને 100-100 રૂપિયા મળશે. જો વીમા લેનાર વ્યક્તિને કંઇક થાય છે, તો LIC NEFT અથવા અકાઉન્ટ ક્રેડિટના આધારે આ યોજનાનો લાભ તેમના સુધી પહોંચાડવામાં આવે છે.

કુટુંબના ફક્ત એક સભ્યને આવરી લેવામાં આવશે

આ યોજના હેઠળ કુટુંબના ફક્ત એક જ સભ્યને આવરી શકાય છે. વીમાદાતાનું જીવન 18-59 વર્ષની વચ્ચે હોવું જોઈએ. પરિવાર માટે ગરીબી રેખાની નીચે રહેવું મહત્વપૂર્ણ છે. આ અંતર્ગત 48 વ્યવસાયિક જૂથોની રચના કરવામાં આવી છે. આ યોજનામાં સામેલ કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.

સેલરી

માત્ર 100 રૂપિયા પ્રિમિયમ

તે માટે વર્ષે માત્ર 200 રૂપિયાનું પ્રિમિયમ છે. તેમાંથી 100 રૂપિયા સરકાર જમા કરે છે અને 100 રૂપિયા વીમો લેનાર વ્યક્તિએ ખુજ જમા કરવાનું હોય છે. જો વીમો લેનાર ગ્રામીણ વિસ્તારનો હોય અને તેની પાસે જમીન ન હોય અથવા તે 48 વ્યવસાયિક જૂથોમાંથી આવે છે, તો તેણે 100 રૂપિયા પણ ચૂકવવા પડશે નહીં. ફક્ત ત્રણ વર્ગના લોકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે. પ્રથમ, તે ગરીબી રેખાની નીચે છે, જેને 50 ટકા એટલે કે 100 રૂપિયા ચૂકવવા પડશે. બીજો ગ્રામીણ વિસ્તારનો છે અને તેની જમીન નથી અથવા તે બીડી કામદારો, સુથાર, માછીમારો, હસ્તકલા ઉદ્યોગપતિ સહિત 48 વ્યવસાય સાથે સંબંધ રાખે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો