Last Updated on March 2, 2021 by
લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન અનેક પોલિસી ચલાવી રહી છે. જેના માધ્યમથી લોકો ઓછી રકમ જમા કરી સારો ફાયદો ઉઠાવી શકે છે. જેમાં એક છે LIC જીવન અક્ષય પોલિસી જો કે પેન્શન સ્કિમ છે. આ ફિક્સ્ડ પ્લાન છે જેમાં એક વખત પૈસા રોકવામાં આવે તો તમે જીંદગી ભર પેંશનના રૂપમાં ફિક્સ્ડ આવક મેળવી શકો છો. આ પોલિસીને લેતા સમયે તમને સમગ્ર જાણકારી આપવામાં આવશે બાદમાં તમને જીવનભર કેટલું પેન્શન મળશે.
જીવન અક્ષય પોલિસી એક સિંગલ પ્રીમિયમ ઈમીડિએટ એન્યુટી પ્લાન છે. જેનો મતવબ છે કે વીમા ધારકને જીવનમાં માત્ર એક વખત પ્રીમિયમની ચુકવણી કરવી પડશે અને જીવનભર તેનું પેંશન મળશે. તેને આપણે સિંગલ પ્રીમિયમ પેંશન પ્લાન પણ કહી શકીએ છીએ. આ એવો પ્લાન છે જેમાં વીમાધારકના પ્લાન ખરીદતા જ પેંશન શરૂ થઈ જશે. આ સ્કીમમાં પેંશન પેમેન્ટના 4 મોડ ઉપલબ્ધ છે. વાર્ષિક, છમાસિક, ત્રિમાસિક અને માસિક. વીમા ધારક જે મોડની પસંદગી કરશે તેના હિસાબથી તેમણે પેંશન ચૂકવવું પડશે.
સિંગલ અને જોઈન્ટ લાઈફનો ઓપ્શન
આ પ્લાન અંતર્ગત LIC એ પેંશન ચૂકવણીના 10 ઓપ્શન આપ્યા છે. જેમાં સિંગલ અને જોઈન્ટ લાઈફનો ઓપ્શન મળે છે. આ સ્કિમમાં તમે પત્ની, બાળકો, ભાઈ-બહેન, માતા-પિતા, દાદા-દાદી અથવા પૌત્ર-પૌત્રીને એક કરી શકો છો. આ પ્લાનમાં કોઈ મેચ્યોરિટી બેનિફિટ નથી. એટલે કે અંતમાં પોલિસીધારકને કોઈ રાશિ નહિં મળે. આ પ્લાનને લેવા માટે ઓછામાં ઓછા દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. પોલિસી હોલ્ડર માસિક, છમાસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક પેંશન લેવાનું છે તો તે હિસાબે તેમણે લઘુત્તમ રાશિ જમા કરાવવી પડશે. જેમાં દોઢ લાખ રૂપિયાથી ઓછો પ્લાન પણ ખરીદી શકો છો. પરંતુ તેમાં મળતા પેંશનની રાશિ ઘટી જશે.
જો તમે 1 લાખ રૂપિયાનો પ્લાન ખરીદો છો તો પેંશન પ્રતિ હજાર 5 રૂપિયા સુધી ઓછું થઈ જશે અને જો 1 લાખથી 1,49,999 રૂપિયાનો પ્લાન ખરીદો છો તો પેંશન પ્રતિ હજારે 2 રૂપિયા સુધીનું ઘટી જશે. તેમાં વીમાધારક જેટલા ઈચ્છે એટલા પૈસા જમા કરાવી શકે છે. લઘુત્તમ 30 વર્ષથી લઈને 85 વર્ષ સુધીના લોકો આ પ્લાન ખરીદી શકે છે. આ પ્લાનમાં દિવ્યાંગજનો માટે ખાસ સુવિધા પ્રદાન કરવામાં આવી છે. દિવ્યાંગજન 50 હજાર રૂપિયાની પણ પોલિસી લઈ શકે છે.
પ્લાનના ત્રણ ઓપ્શન
આ પ્લાનમાં ડેથ બેનિફિટ પણ મળે છે જેમાં 3 ઓપ્શન આપવામાં આવ્યા છે. તેમાં કોઈ પણ પસંદગી વીમા લેતા સમયે કરવાની હોય છે. તે હિસાબે નોમિનીને ડેથ બેનિફિટની ચૂકવણી થશે. લમસમ ડેથ બેનિફિટમાં નોમિનીને વીમાધારકના પૂરા પૈસા એક સાથે મળી જાય છે. બીજા ઓપ્શનમાં નોમિનીને ડેથ બેનિફિટના પૈસા મળતા નથી પરંતુ પેંશન આપવામાં આવી રહ્યું છે. ત્રીજા ઓપ્શનમાં ઈન્શ્ટોલમેન્ટમાં જેમાં નોમિનીને એક સાથે પૈસા નથી મળતા પરંતુ વાર્ષિક, છમાસિક, ત્રિમાસિક અથવા માસિક આધાર પર આપવામાં આવી રહ્યું છે. પ્રીમિયમ પર ટેક્સ લાગતુ નથી. પરંતુ પેંશનમાં જે રાશિ આવે તે તેના પર આવક સ્લેબ અનુસાર ટેક્સ લેવામાં આવે છે. ડેથ બેનિફિટ સમગ્ર રીતે ટેક્સ ફ્રી છે.
10 લાખના પ્લાનમાં કેટલું પેંશન
હવે આ અંગે એક ઉદાહરણ દ્વારા સમજીએ. રામચરણની ઉંમર 60 વર્ષ છે અને 10 લાખ સમ ઈન્શ્યોર્ડની પોલિસી લીધી હતી. તેમણે દર મહિને પેંશન મેળવનાર ઓપ્શન પસંદ કર્યો છે. તેના માટે 10 લાખ 18 હજાર પેંશનની ચુકવણી કરવી પડશે. ઈમીડિએટ એન્યૂટી પ્લાન હેઠળ દર મહિને તેમને પેંશન મળતું રહેશે અને મૃત્યુ બાદ પેંશન બંધ થઈ જશે. આ પ્લાનમાં રામચરણને માસિક પેંશન 6,371 રૂપિયા મળશે. એક પ્લાન એ પણ છે કે જો પોલિસી લેવાના 5 વર્ષની અંદર પોલિસી હોલ્ડરનું મોત થઈ જશે તો નોમિનીને 5 વર્ષ સુધી પેંશન મળતુ રહેશે.
કેટલા મળશે પૈસા
તેમાં એક પ્લાન એન્યુટી પેબર ફોર લાઈફ એટ એ યૂનિફોર્મ રેટનો ઓપ્શન પસંદ કરો છો તો દર મહિને 4 હજાર રૂપિયાનું પેંશન મળશે. તેમાં તમને 1 લાખ રૂપિયાનું સિંગલ પ્રીમિયમ આપવું પડશે. સિંગલ પ્રીમિયમ 1 લાખના હિસાબે લગાવવામાં આવે તો દરરોજના હિસાબે લગભગ 275 રૂપિયા ચુકવવા પડશે જ્યારે વર્ષમાં 48 હજાર રૂપિયા પેંશનના રૂપમાં મળશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31