Last Updated on March 12, 2021 by
જો તમે LED ટીવી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો પછી વિલંબ ન કરો, કારણ કે 20 દિવસ પછી, તમારે ટીવી માટે વધુ ચૂકવણી કરવી પડી શકે છે. દેશમાં એલઈડી ટીવીના ભાવ 1 એપ્રિલ 2021 થી વધી શકે છે, કારણ કે છેલ્લા એક મહિનામાં, વૈશ્વિક બજારોમાં ઓપન સેલ પેનલ્સ 35 ટકા મોંઘા થયા છે. એટલે કે, એપ્રિલથી ટીવીના ભાવમાં ઓછામાં ઓછા 2,000 થી 3,000 રૂપિયા સુધીનો વધારો થશે. ઓપન સેલ પેનલ ટીવી એ મેન્યુફેક્ચરિંગનો મહત્વપૂર્ણ ભાગ છે. કંપનીઓ ઓપન સેલની સ્થિતિમાં ટેલિવિઝન પેનલ્સ આયાત કરે છે.
પેનાસોનિક (Panasonic), હાયર(Haier) અને થોમસન(Thomson) જેવી બ્રાન્ડના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ એપ્રિલથી ભાવ વધારવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે એલજી (LG) જેવી કેટલીક કંપનીઓએ પહેલા જ કિંમતોમાં વધારો કરી દીધો છે.
5 થી 7 ટકા વધારી શકાય છે LED TVની કિંમતો
પેનાસોનિક ઇન્ડિયા અને સાઉથ એશિયાના અધ્યક્ષ તથા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) મનીષ શર્માએ કહ્યું કે, પેનલની કિંમતો સતત વધી રહી છે અને તેથી ટીવીની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. સંભવ છે કે એપ્રિલ સુધીમાં ટીવીના ભાવ વધુ વધી શકે છે. જ્યારે વધારા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હાલના વલણને જોતાં એપ્રિલ સુધીમાં કિંમતોમાં 5 થી 7 ટકાનો વધારો થઈ શકે છે.
એ જ રીતે, હાયર અપ્લાયંસ ઇન્ડિયાના અધ્યક્ષ, એરિક બ્રગાન્ઝાએ કહ્યું કે કિંમતોમાં વધારો કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તેમણે કહ્યું, ઓપન- સેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. જો આ ચાલુ રહેશે તો અમારે કિંમતોમાં સતત વધારો કરવો પડશે.
ઓપન સેલના ભાવમાં આઠ મહિનામાં લગભગ ત્રણ ગણો વધારો
Super Plastronics પ્રાઇવેટ લિમિટેડ (SPPL)ફ્રેન્ચ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ થોમસન અને યુએસ સ્થિત બ્રાન્ડ કોડકની બ્રાન્ડ લાઇસન્સી છે,તેમણે જણાવ્યું હતું કે બજારમાં ઓપન સેલનો અભાવ છે અને છેલ્લા આઠ મહિનામાં કિંમતોમાં ત્રણ ગણો વધારો થયો છે.
ટીવીની કિંમત 2 હજારથી વધીને 3 હજાર વધશે
છેલ્લા આઠ મહિનાથી દર મહિને પેનલના ભાવમાં વધારો થયો છે. LED ટીવી પેનલ્સમાં 350 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક પેનલ બજાર સ્લો ડાઉન થયું છે. આ હોવા છતાં, છેલ્લા 30 દિવસમાં, 35 ટકાનો વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે, એપ્રિલથી ટીવીના ભાવમાં ઓછામાં ઓછા 2,000થી 3,000 રૂપિયાનો વધારો થશે.
6 હજાર સુધી વધી શકે છે LED TVના ભાવ
Daiwa અને Shincoબ્રાન્ડની માલિકીની કંપની Videotex Internationalએ જણાવ્યું હતું કે ઉદ્યોગે ક્યારેય ઓપન વેચાણના ભાવમાં આટલો વધારો જોયો નથી અથવા અપેક્ષા કરી નથી. Videotex International ગ્રુપના ડાયરેક્ટ અર્જુન બજાજે કહ્યું કે, 32 ઇંચ સ્ક્રીન સાઇઝ ટીવી ભારતમાં સૌથી વધુ વેચાય છે, તેથી 32 ઇંચ સ્ક્રીન ટીવીની કિંમત 5000-6,000 રૂપિયા સુધી વધી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31