Last Updated on April 3, 2021 by
ડૂપ્લીકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ પર લગામ લગાવાના હેતુથી પરિવહન મંત્રાલયે 31 માર્ચ 2021એ નેશનલ રજીસ્ટરને લોન્ચ કરી છે. નેશનલ રજીસ્ટર પર ડ્રાઈવિંગ લાઈસન્સમાં કોઈપણ પ્રકારનો બદલાવ ઓનલાઈન થઈ જશે. જેનાથી ડૂપ્લીકેસી પર લગામ લાગશે. તે ઉપરાંત અંહિ “dangerous drivers”ની અલગથી લિસ્ટ તૈયાર કરાશે. તેવા ડ્રાઈવરોના નામ પબ્લિક કરાશે.
દર વર્ષે, આપણા દેશમાં લગભગ 1.5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આવા હજારો કિસ્સા ઉદ્ભવે છે જેમાં ડ્રાઇવરની ખામીને કારણે અકસ્માત સર્જાય છે. હાલમાં, રાજ્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વિશેની સંપૂર્ણ માહિતી રાષ્ટ્રીય સૂચના કેન્દ્રના SARATHI પોર્ટલ પર ઉપલબ્ધ છે. હવે નેશનલ રજિસ્ટરના લોકાર્પણ પછી, SARATHI પર ઉપલબ્ધ ડીએલનો જૂનો ડેટા આગામી કેટલાક મહિનામાં તેમાં સ્થળાંતરિત થઈ જશે. આ ઉપરાંત પરિવહન મંત્રાલયે જે ડ્રાઇવરોની લાઇસન્સ રદ કર્યા છે અથવા તેઓએ મોટી ભૂલ કરી છે તેની સૂચિ જાણવાનું નક્કી કર્યું છે.
નેશનલ રજીસ્ટર લોન્ચ કરાયુ
એક રિપોર્ટ અનુસાર પરિવહન મંત્રાલયે અલગ-અલગ રાજ્યોના ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની પુરી જાણકારીને એકસાથે કરીને નેશનલ રજીસ્ટર તૈયાર કરાયુ છે. તેની મદદથી કોઈપણ યૂઝર કોઈપણ સમયે પોતાના કામની જાણકારી પ્રાપ્ત કરી શકે છે. આ પોર્ટલના લોન્ચ થયા બાદ હવે લર્નિંગ લાઈસન્સ અને DL રિન્યૂનું કામ ઑનલાઈન કરાઈ શકે છે. લર્નર્સ હવે એપ્લિકેશન જમા કરવાથી લઈને ડ્રાઈવિંગ લાઈસન્સ પ્રિન્ટીંગનું કામ ઓનલાઈન કરી શકશે. તે ઉપરાંત લાઈસન્સના એક્સપાયરી હોવાના એક વર્ષ પહેલાથી લઈને એક્સપાયર હોવાના એક વર્ષ બાદ સુધી તેને રીન્યૂ કરાઈ શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31