GSTV
Gujarat Government Advertisement

ટચ કન્ટ્રોલ અને 24 કલાક બેટરી સાથે નવા વાયરલેસ ઈયરબડ્સ થયા લોન્ચ, જાણો કેટલી નજીવી છે કિંમત

Last Updated on March 22, 2021 by

Boult Audio એ ભારતમાં TWS ઈયરબડ્સ AirBass Z1 લોન્ચ કરી દીધા છે. આ નવા ઈયરબડ્સને દેશમાં કાળા, સફેદ અને વાદળી રંગના ઓપ્શનમાં લોન્ચ કર્યા છે. તેમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.0 અને 24 કલાક સુધની બેટરી લાઈફ આપવામાં આવી છે. Boult Audio AirBass Z1 TWS ની કિંમત ભારતમાં 1,499 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો આને એમેઝોન પરથી 21 માર્ચથી ખરીદી શકશે. આ સાથે જ ગ્રાહકોને એક વર્ષની વોરંટી પણ મળશે.

આ બડ્સમાં 10 MM ડ્રાઈવર્સ આપવામાં આવ્યા

આ ઈયરબડ્સ વોટર અને ડસ્ટ રેસિસ્ટંટ માટે IPX5 સર્ટિફાઈડ છે. આ હેડસેટના યુનિક ડિઝાઈનને કારણે તેમાં પૈસિવ નોઈઝ કેંસિલેશન પણ મળે છે. આ બડ્સમાં 10 MM ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે આ ઓડિયો ડિવાઈસમાં બ્લૂટૂથ V5.0નો સપોર્ટ આપ્યો છે. Boult Audio AirBass Z1 TWS માં એન્હાંસ્ડ ગેમિંગ માટે અલ્ટ્રા લો લૈટેંસી (<120MS) નો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ બડ્સમાં યુઝર્સને સિંગ ચાર્જ પછી 8 કલાક સુધીની બેટરી ચાર્જિંગ રહેશે. આ ઉપરાંત ચાર્જિંગ કેસ સાથે બેટરી બેકઅપ 24 કલાક સુધીનો થઈ જશે.

કેસ ઓપન કરતાં જ હેડસેટ ફોનથી કનેક્ટ થઈ જાય

આ સાથે જણાવી દઈએ કે આ બડ્સમાં સિંગલ સિંગલ પણ ઉપયોગ કરી શકાય છે. Boult Audio AirBass Z1 TWS માં ઈંસ્ટેટ પેયરિંગ માટે HALL SWITCH ટેકનોલોજી આપવામાં આવી છે. એનાથી કેસ ઓપન કરતાં જ હેડસેટ ફોનથી કનેક્ટ થઈ જાય છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે બંને ઈયરબડ્સ ટચ કન્ટ્રોલ આપવામાં આવ્યા છે. એવામાં કોલ્સ, મ્યુઝીક અને વોલ્યુમ કન્ટ્રોલ કરી શકાય છે. અને વોઈસ આસિસ્ટન્ટને પણ એક્ટિવેટ કરી શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો