Last Updated on March 20, 2021 by
ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સંક્રમણના મામલે દેશ લગભગ ચાર મહિનાની જૂની સ્થિતિમાં પરત ફર્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ જબરજસ્ત વધારો થયો છે. દેશના 17 જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાન્યુઆરી પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
111 દિવસ બાદ રેકોર્ડ બ્રેક કેસો આવ્યા
111 દિવસના લાંબા ગાળા બાદ રેકોર્ડ 40 હજાર જેટલા કેસ નોંધાયા છે. આ પહેલા 29 નવેમ્બર, 2020ના રોજ 41 હજાર 810 કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ કોરોના મુક્ત થવાનો દર 96.25 ટકાએ પહોંચ્યો છે. જ્યારે કે સક્રિય કેસનું લેવલ 2.35 ટકાએ પહોંચ્યું છે. સંક્રમણથી થનારા મોતનો આંકડો 1.38 ટકા નોંધાયો છે.
છેલ્લા 10 દિવસમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની છે. છેલ્લા 10 દિવસમાં દેશમાં કોરોનાના 3.10 લાખ નવા દર્દી નોંધાયા.. જ્યારે કે કુલ એક હજાર 628ના મોત નિપજ્યા છે. જો દેશમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોના કેસના આંકડા પર નજર કરીએ તો..
15 માર્ચે દેશમાં 24 હજાર 437 કેસ નોંધાયા અને 130 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 16 માર્ચે કેસનો આંકડો વધીને 28 હજાર 869 થયો. જ્યારે કે મૃત્યુઆંક વધીને 187 થઇ ગયો હતો. 17 માર્ચે 35 હજાર 838 કેસ નોંધાયા હતા. જેની સામે મૃત્યુઆંક 171 રહ્યો હતો. 18 માર્ચે 39 હજાર 867 કેસ નોંધાયા હતા અને 156 લોકોના મોત થયા હતા. જ્યારે 19 માર્ચે દેશમાં 40 હજાર 906 કેસ નોંધાવાની સાથે 188 લોકોના મોત થયા છે.
સંક્રમણની સાથે સાથે મૃતકોની સંખ્યા પણ વધી
દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પૈકી 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે. વધારે એક્ટિવ કેસ ફક્ત એટલું જ નથી દર્શાવતા કે કોરોનાનું સંક્રમણ તીવ્ર ગતીએ વધી રહ્યું છે પરંતુ તેનો અર્થ એવો પણ થાય છે કે આગામી સમયમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા પણ વધી શકે છે.
ભારતમાં એક જ દિવસમાં 40 હજારથી વધુ કેસ આવ્યા
ભારતમાં એક દિવસમાં પહેલી વખત કોરોનાના નવા 40953 કેસો સામે આવ્યા છે. છેલ્લે 40 હજારથી વધુ કેસ 29મી નવેમ્બર 2020માં સામે આવ્યા હતા.મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના 25 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. જેને પગલે ગમે ત્યારે લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.
આટલા રાજ્યોમાં સ્થિતી ચિંતાજનક
મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, કર્ણાટકા અને છત્તીસગઢમાં છેલ્લા કેટલાક દિવસથી એક્ટિવ અને દૈનિક કેસોમાં મોટા પાયે ઉછાળો જોવા મળ્યો છે. હાલ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 2,88,394એ પહોંચી છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, કોરોનાના કેસો આટલી ગતીથી વધતા રહ્યા તો લોકડાઉન ફરી પુરા રાજ્યમાં લાગુ કરવામાં આવી શકે છે અને હાલ માત્ર એ જ એક માત્ર વિકલ્પ છે. પંજાબમાં પણ આકરા પ્રતિબંધો લાગુ કરાયા છે. હવેથી પંજાબમાં આ મહિનાના અંત સુધી શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવામાં આવશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31