GSTV
Gujarat Government Advertisement

છેલ્લો મોકો/ PAN-Aadhaar લિંક છે કે નહીં, આ રીતે ચેક કરો સ્ટેટસ, Linkingની પ્રોસેસ પણ છે એકદમ સરળ

pan

Last Updated on March 31, 2021 by

PAN– Aadhaar Link Today : PAN કાર્ડ સાથે આધારને લિંક કરવાનો આજનો છેલ્લો દિવસ છે. જો તમે આજે ચૂકી જાઓ છો, તો તમે ઘણા આર્થિક કામ કરી શકશો નહીં. તમને ઇનકમ ટેક્સ રીટર્ન ભરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો તમે PAN કાર્ડ અને આધારને લિંક નહી કરો તો PAN કાર્ડ ‘નિષ્ક્રિય’ થઈ જશે. આ કિસ્સામાં, તમારે આવકવેરા કાયદાની કલમ 272 બી હેઠળ 10,000 રૂપિયા દંડ પણ ચૂકવવો પડી શકે છે.

PAN  અને આધાર લિંક છે કે નહીં? આ રીતે તપાસો

જો તમારું PAN અને આધારકાર્ડ પહેલેથી જ લિંક થયેલ છે, તો તમારે કંઇપણ કરવાની જરૂર નથી, પરંતુ જો તમને ખબર ન હોય કે બંને લિંક છે કે નહીં, તો તમે આ માહિતી ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. તમારે ફક્ત નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે.’

pan card

પહેલી રીત – આઇટીની વેબસાઇટ

  • સૌ પ્રથમ, આવકવેરાની official વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in/aadaarstatus ની આ લિંક પર જાઓ.
  • તેમાં તમારો પાન અને આધાર નંબર નાંખો.
  • ‘View Link Aadhaar Status’ પર ક્લિક કરો,
  • તમને તરત જ ખબર પડશે કે તમારો પાન અને આધાર નંબર લિંક છે અથવા નથી

બીજી રીત – એસએમએસ દ્વારા

  • તમારુ પાન અને આધાર લિંક છે કે નહીં, તેના માટે તમે આવકવેરા વિભાગની એસએમએસ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
  • તમારે તમારા મોબાઇલ પર મેસેજ બોક્સ પર જઇને 567678  અથવા 56161 પર  એક નિશ્ચિત ફોર્મેટમાં એસએમએસ લખવો પડશે.
  • આ રીતે એસએમએસ કરો – UIDPAN < 12 ડિજિટનો Aadhaar> < 10 ડિજિટનો PAN>
  • આ એસએમએસ 567678 પર મોકલો અથવા તેને 56161 પર મોકલવાનો છે.
  • જો બંને લિંક હશે તો તમને એક એસએમએસ મળશે જે કહેશે કે “Aadhaar…is already associated with PAN..in ITD database. Thank you for using our services.”
PAN

PAN અને આધારને કેવી રીતે લિંક કરશો

જો બંને લિંક છે તો તમારે કંઇપણ કરવાની જરૂર નથી, આરામથી બેસો. જો PAN અને આધાર નંબર લિંક નથી તો તમે આ બંનેને સરળતાથી લિંક કરી શકો છો. અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા…

પ્રથમ રીત

1- પ્રથમ તમે આવકવેરાની ઑફિશિયલ વેબસાઇટ પર જાઓ https://www.incometaxindiaefiling.gov.in/home

2- અહીં ડાબી બાજુ તમને Link Aadhaarનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો

3- એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે PAN, આધાર અને આધારમાં તમારુ જે નામ છે તે વિગતો ભરવી પડશે.

4-જો તમારા આધારકાર્ડમાં ફક્ત જન્મનું વર્ષ હોય, તો I have only year of birth in aadhaar card’ પર ટિક કરો.

5-  કેપ્ચા કોડ દાખલ કરો અથવા ઓટીપી માટે ટિક કરો

6- લિંક આધાર બટનને ક્લિક કરો, બસ થઇ ગયું તમારુ PAN અને આધાર લિંક 

pan

બીજી રીત

  • તમે PAN અને આધારને એસએમએસ દ્વારા પણ લિંક કરી શકો છો 
  • મેસેજ બોક્સમાં જઇને ટાઇપ કરો UIDPAN<12-digit Aadhaar><10-digit PAN>
  • આ મેસેજ 567678 અથવા 56161 પર મોકલો, બસ થઇ ગયું તમારુ કામ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો