GSTV
Gujarat Government Advertisement

ઇન્ડોનેશિયામાં વધુ એક કુદરતી આફત: ભુસ્ખલન અને પુરથી પહાડી વિસ્તારોમાં અનેક મકાનો દટાયા, 41 લોકોના મોતની આશંકા

Last Updated on April 5, 2021 by

ઇન્ડોનેશિયામાં ભુસ્ખલન અને પુરને કારણે 41થી પણ વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક મકાનો તણાઇ જતા લોકો ઘર વિહોણા થઇ ગયા છે. અહીંના ઇસ્ટ નુસામાં આવેલા પહાડી વિસ્તાર પરથી ભુસ્ખલન થતા મોટી સંખ્યામાં માટી નીચે પડી હતી, જેને કારણે અનેક લોકોના ઘરો દટાઇ ગયા હતા.

રેસ્ક્યૂ ટીમે અત્યાર સુધીમાં 35 જેટલા મૃતદેહો રીકવર કરી લીધા છે જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે. આ મૃતદેહો ભુસ્ખલન થયું તે વિસ્તારમાંથી મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક સૃથળે પૂરને કારણે છ લોકો માર્યા ગયા હતા. જોકે અનેક વિસ્તારોમાં વિજળી જતી રહેવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ માઠી અસર પહોંચી રહી છે.

સાથે જ રસ્તામાં મોટા પ્રમાણમાં માટી આવી જતા બ્લોક થઇ ગયા હતા, તેથી રેસ્ક્યૂ ટીમ પણ ઘટના સૃથળે નથી પહોંચી શકતી. ઇન્ડોનેશિયામાં ભુસ્ખલન અવાર નવાર થતુ રહે છે. અહીં 17000 જેટલા નાના મોટા ટાપુ આવેલા છે જ્યા હજારો લોકો રહે છે. મોટા પહાડો પરથી ગમે ત્યારે ભુસ્ખલનને કારણે પથૃથરો અને માટી ધસી આવે છે અને સીધા મકાનો પર પડે છે.

અહીંના ઓયાંગ બયાંગ વિસ્તારમાં પુરને કારણે 50થી પણ વધુ મકાનો નાશ પામ્યા હતા જ્યારે છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તેથી ભુસ્ખલન અને પુરને કારણે 41 લોકો માર્યા ગયા છે. અગાઉ આ આંકડો 44નો હતો, જોકે બાદમાં ત્રણ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા હતા જેઓ ઘણા સમયથી ગુમ હોવાથી મૃત માની લેવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો