GSTV
Gujarat Government Advertisement

અજીબોગરીબ શોખ / પાકિસ્તાનમાં હથોડા, ચાકુ અને આગથી કાપવામાં આવે છે વાળ, વિડીયો થયો વાયરલ

Last Updated on March 15, 2021 by

પાકિસ્તાનના લાહોર શહેરમાં એક બાર્બરનો વિડીયો આ દિવસોમાં સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં બાર્બર હથોડા, ધારદાર ચાકુ અને આગથી વાળોને કાપતો જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે બાર્બર લાહોરના લોકોને વાળ કાપવામાં ઘણા સમયથી આવી રમુજ ટેકનિકનો પ્રયોગ કરી રહ્યો છે. જો કે, આ અજીબોગરીબ રીતે આજસુધીમાં કોઈને ઈજા પહોંચી નથી. હવે વાયરલ થઈ રહેલા આ વિડિયોને સોશ્યલ મિડિયામાં લાખો લોકોએ નિહાળ્યો છે.

વાળ કાંપવા માટે નવા નવા નુસખા અપનાવે છે આ બાર્બર

વાળ કાપનારા આ બાર્બરનું નામ અલી અબ્બાસ છે. તેની લાહોરમાં દુકાન છે. મોટાભાગે તેની દુકાનમાં વાળ કપાવા માટે યુવાઓની ભારે ભીડ જામે છે. અલી અબ્બાસે પાકિસ્તાનની એક ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે, તે દરરોજ વાળ કાપવા માટે નવા નવા નુસખા અપનાવે છે. તેણે જણાવ્યું હતું કે, વાળ કાપવા માટે પોતાના દરેક નવા નુસખાની ટ્રેનિંગ લે છે જેનાથી ગ્રાહકોને ઈજા ન પહોંચે.

હથોડા-કસાઈના ચાકુથી વાળ કાપતો વિડિયો વાયરલ

તેણે જણાવ્યું હતું કે, મેં કસાઈઓના ચાકુ અને હથોડાનો ઉપયોગ કરીને વાળ કાપવાનો પ્રયોગ કરે છે. આ નવી રીતથી વાળ કાપતા જોઈ રહેલા એક ગ્રાહકે કસ્ટમરે વિડિયો શુટ કર્યો હતો અને સોશિયલ મિડિયામાં શેર કર્યો હતો. જોત જોતામાં આ રીત લાહોરમાં પ્રસિદ્ધ થઈ ગયો. આજે મોટી સંખ્યામાં લોકો તેની દુકાન ઉપર આ નવી રીતથી વાળ કપાવવા માટે લાઈન લગાવીને ઉભા રહેતા હતાં.

કાંચથી વાળોનું લેયરિંગ કરે છે

અલી અબ્બાસે જણાવ્યું હતું કે, તે કાંચના ટુકડાનો ઉપયોગ કરીને વાળોને લેયર આપવાની એક નવી રીત અપનાવે છે. અત્યારસુધીમાં સામાન્યરૂપથી વાળોની લેયરિંગ કરવા માટે કાતરનો ઉપયોગ કરે છે. તેવી જ રીતે અમારા ગ્રાહકો વધારે આકર્ષક દેખાય છે. આ બાર્બરે જણાવ્યું હતું કે, પોતાના કામને દીલથી કરે છે અને તેની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે.

ગ્રાહકોમાં મહિલાઓનો પણ સમાવેશ

અલી અબ્બાસના ગ્રાહકોની યાદીમાં માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. વિડિયોમાં પણ બૂચર નાઈફની સાથે ઘણી મહિલાઓને વાળ કાપતા જોઈ શકાય છે. એક મહિલા ગ્રાહકે જણાવ્યું કે, શરૂઆતમાં તે વાળ કાપવાની આ સ્ટાઈલથી તે ઘબરાઈ ગઈ હતી. પરંતુ સમયની સાથે હવે બધુ સામાન્ય લાગી રહ્યું છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો