Last Updated on March 30, 2021 by
ઓડિશામાં એક મહિલા પોલીસ અધિકારીને આદિવાસી સમુદાયની પ્રેગ્નેટ મહિલા સાથે અમાનવીય વર્તન કરવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ પ્રગ્નેટ મહિલાને પોલીસ સ્ટેશન સુધી જવા માટે ત્રણ કિલોમીટર સુધી ચાલતા ચાલતા જવા માટે મજબૂર કર્યા હતા.
પાછળ બેઠેલી પત્નીએ હેલ્મેટ નહોતું પહેર્યું
હકીકતમાં જોઈએ તો, ઓડિશાના મયૂરભંજ જિલ્લાના સરાટ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા મટકામી સાહી ગામના રહેવાસી બિક્રમ બિરુલી બાઈકથી આઠ મહિનાની ગર્ભવતી પત્નીને ઉડાલામાં અલ્ટ્રાસાઉંડ ચેકઅપ માટે લઈ જઈ રહ્યા હતા. ત્યારે પત્નીએ હેલ્મેટ પહેર્યુ નહોતું. રસ્તામાં ચેકીંગ દરમિયાન તેમને રોકવામાં આવ્યા. આ સમયે ચેકીંગમાં પોલીસ સ્ટેશનના ઓફિસર ઈંન્ચાર્જ રીના બક્સલ પણ ત્યાં હાજર હતાં.
ત્રણ કિલોમીટર ચાલીને પોલીસ સ્ટેશન આવી મહિલા
ચલણ કાપીને વિક્રમને દંડ ભરવા માટે કહેવામાં આવ્યુ. તેના પર વિક્રમે કહ્યુ હતું કે, તેની પાસે પૈસા નથી અને તે પ્રેગ્નેટ પત્નીને ચેકઅપ માટે લઈ જઈ રહ્યો છે. તેણે એવુ પણ કહ્યુ કે, આપ ચલણ ફાડીને આપો, હું આરટીઓમાં જઈને જમા કરાવી આપીશ. પણ તેની એક વાત સાંભળવામાં ન આવી. ત્યાર બાદ તેને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ ગયાં. પત્ની ત્યાં જ ઉભી રહી. ઘણી વાર રાહ જોયા બાદ પ્રેગ્નેટ મહિલા ચાલતી ચાલતી પોલીસ સ્ટેશન ગઈ. ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ તે પોલીસ સ્ટેશન પહોંચી.
એક મહિલા અધિકારી મહિલાનું દર્દ સમજી ન શકી
હૈરાન કરનારી વાત તો છે કે, મહિલા થઈને પણ પોલીસ અધિકારીએ એક પ્રેગ્નેટ મહિલાનું દર્દ સમજાયુ નહીં. તેને ધોમધખતા તાપમાં 3 કિમી સુધી ચાલવા માટે મજબૂર કરી. પણ તેને ગાડીમાં બેસાડી નહીં. આ શખ્સને પોલીસે 3 કલાક સુધી લોપઅપમાં બંધ કરી રાખ્યો હતો.
વિક્રમના જણાવ્યા અનુસાર તેની પાસે ગાડીના તમામ કાગળો છે. બસ પત્નીએ હેલ્મેટ નહોતું પહેર્યું. પીડિત પતિના આરોપ બાદ તપાસમાં મયૂરભંજના એસપી પરમાર સહિત પુરૂષોત્તમ દાસે ઓઆઈસી રીના બક્સલને સોમવારે સસ્પેન્ડ કરી નાખી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31