GSTV
Gujarat Government Advertisement

ચાર લેબર કોડ્સ / મોદી સરકારે રાજ્યોનું કાઢ્યું બહાનું પણ સરકારે આ કારણે ભર્યા છે પારોઠનાં પગલાં

Last Updated on April 1, 2021 by

મોદી સરકાર નવા ચાર લેબર કોડ્સનો અમલ કમ સે કમ સપ્ટેમ્બર સુધી નહીં જ કરે એવા અહેવાલ છે. નવા લેબર કોડના કારણે બેઝિક સેલેરી અને પ્રોવિડંટ ફંડ (પીએફ) કપાતમાં ફેરફાર થશે તેથી નોકરી કરતા કર્મચારીઓના હાથમાં ઓછો પગાર આવશે.

લેબર

મોદી સરકાર ૧ એપ્રિલથી ચાર નવા કોડ અમલી બનાવશે અને તેની જાહેરાત એપ્રિલના પહેલા સપ્તાહમાં કરાય એવી શક્યતા હતી પણ છેલ્લી ઘડીએ સરકારે પીછેહઠ કરી લીધી. સરકારે એવું કારણ આપ્યું છે કે, ઘણાં રાજ્યોએ આ કોડને લગતા નિયમો હજુ બનાવ્યા નથી તેથી હાલમાં તેનો અમલ શક્ય નથી.

જો કે સૂત્રોનું કહેવું છે કે, રાજ્યોના કારણે નહીં પણ રાજકીય કારણે મોદી સરકારે પીછેહઠ કરી છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ મહત્વનાં રાજ્યોની ચૂંટણીનો માહોલ છે ત્યારે આ જાહેરાતથી નોકરીયાત વર્ગ નારાજ થશે એવી ચેતવણી અપાઈ હતી. ભાજપનું શાસન નથી એવા રાજ્યો પણ આ કોડની વિરૂધ્ધ છે તેથી તેમને મોટો મુદ્દો ના મળે એટલે પણ સરકારે પારોઠનાં પગલાં ભરી લીધાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો