Last Updated on April 8, 2021 by
દેશ ફરી એકવાર કોરોના વાઇરસ સંકટના એ જ સમયગાળામાં પ્રવેશી ચુક્યો છે, જ્યાં ગત વર્ષે હતો. એક બાજુ કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે, શહેરોમાં ફરીથી લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ પ્રવાસી મજૂરોએ ફરી પોતાના વતનની વાટ પકડી છે. કડક થઇ રહેલા નિયમોના વચ્ચે લોકડાઉનની આહટ સંભળાઇ રહી છે અને દિલ્હી, પુણે સહિત અન્ય વિસ્તારોથી મજૂરો તેમના ઘરે પરત ફરી રહ્યા છે.
દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ પર છેલ્લા થોડાક દિવસોથી મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો ઘરે પરત ફરતા જોઇ શકાય છે. બિહારના કેટલાક મજૂરોનું કહેવું છે કે ગત વખતે લોકડાઉનમાં તેઓ ફસાઇ ગયા હતા, એવામાં હવે ફરીથી આવી સ્થિતિ ઉત્પન્ન થાય છે, તો તેઓ ફરીથી ફસાવવા નથી માંગતા.
ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના કારણે દિલ્હીમાં નાઇટ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. અનેક પ્રકારના અન્ય પ્રતિબંધો પણ લગાવી દેવામાં આવ્યા છે. છતાંય કેસ સતત વધી રહ્યા છે. એવામાં પ્રવાસી મજૂરો વચ્ચે ફરીથી લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે.
મહારાષ્ટ્રના પૂણેમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે. પુણેના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો દેખાયા. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે અમે અહીં નિયમોનું પાલન કરાવી રહ્યા છે, સંખ્યા વધારે છે, છતાંય સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થઇ રહ્યું છે.
ફરીથી લોકડાઉનનો ભય?
ઉલ્લેખનીય છે કે દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, યૂપી જેવા કેટલાક રાજ્યોએ અનેક શહેરમાં નાઇટ કર્ફ્યૂ નાંખ્યો છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં તો વિકેન્ડ લોકડાઉન પણ ચાલી રહ્યો છે. થોડા ક સમય પહેલા છત્તીસગઢના રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. એવામાં ફરીથી લોકોને લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે.
નોંધનીય છે કે ગત વર્ષે જ્યારે અચાનક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે લાખોની સંખ્યામાં મજૂરો શહેરમાં અટવાઇ ગયા હતા. ત્યારબાદ તેઓ પગપાળા કરી વતન તરફ નિકળી ગયા હતા.
કોરોના બેકાબૂ, મહારાષ્ટ્ર-દિલ્હી બેહાલ
હાલ દેશમાં કોરોના વાઇરસની રફ્તાર બેકાબૂ છે. ગુરુવારે પણ દેશમાં અંદાજે સવા લાખ કોરોનાના કેસ સામે આવ્યા. વધી રહેલા કેસોના કારણે કેટલાક રાજ્યોએ બીજા રાજ્યોમાંથી પ્રવેશ કરતા લોકો પર પ્રતિબંધ લાદ્યો છે, એન્ટ્રી માટે કોરોના ટેસ્ટ ફરજિયાત જેવી શરતો લાગૂ કરાઇ છે.
સૌથી વધુ સંકટ મહારાષ્ટ્રમાં છે, જ્યાં એક દિવસમાં અંદાજે 60 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મહારાષ્ટ્રમાં દૈનિક 50 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા છે. દિલ્હીમાં પણ ગત રોજ પાંચ હજાર કેસ નોંધાયા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31