GSTV
Gujarat Government Advertisement

UP માં ત્રીજા ઈન્ટરનેશનલ એરપોર્ટને મળી મંજૂરી, ટૂંક સમયમાં જ આ બે સ્થળોએ ચાલુ થશે ઈન્ટરનેશનલ ફલાઈટસ

Last Updated on February 24, 2021 by

ઉત્તર પ્રદેશના કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સંચાલન માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) ની જરૂરી મંજૂરી મળી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી હરદીપસિંહ પુરીએ મંગળવારે આ માહિતી આપી. ગયા વર્ષે જૂનમાં કેન્દ્રીય કેબિનેટે કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સુવિધા દરજ્જો આપવાની મંજૂરી આપી હતી. કેબિનેટે કહ્યું હતું કે આનાથી મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળ પર ટ્રાફિકની સુવિધામાં સુધારો થશે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કર્યા પછી, તે રાજ્યનું ત્રીજું આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સર્વિસ એરપોર્ટ બનશે. પુરીએ ટ્વીટ કર્યું, ‘કુશીનગર ઉત્તર પ્રદેશનું ત્રીજું આંતરરાષ્ટ્રીય વિમાનમથક બનશે. આનાથી આ ક્ષેત્રના પર્યટનને વેગ મળશે અને બૌદ્ધ સર્કિટમાં પ્રવાસની સુવિધા મળશે. ”નેપાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ બૌદ્ધ સર્કિટમાં જોડાયેલા છે. ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુમ્બિનીમાં થયો હતો. બિહારના ગયામાં જ્ઞાનની પ્રાપ્તી થઈ અને નિર્વાણ કુશીનગરમાં થયું. હાલ રાજયના બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લખનઉનુ ચૌઘરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને વારાણસીનું લાલા બહાદપર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. તે ઉપરાંત ગૌતમ બુદ્ધ નગરના જેવરમાં પણ ઈન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યુ છે.

પહેલા કર્યુ કામ, બાદમાં લાઈસન્સ માટે એપ્લીકેશન

UP સરકારના એક અઘિકારીએ કહ્યુ કે, CM યોગી આદિત્યનાથે તેના માટે ઘણી મહેનત કરી છે. અઘિકારી મુજબ પહેલા રનવે, અપ્રોચ રોડ, પેરિફેરલ રોડ, નાળાની વ્યવસ્થા, બાઉંડ્રી વૉલ, ATC ટાવર, ફાયર સ્ટેશન, અંડરગ્રાઉન્ડ ટેંક જેવા કામ પુરા કર્યા બાદ ઈન્ટરનેશનલ ફ્લાઈટ સર્વિસ માટે એપ્લિકેશન કરવામાં આવી હતી. તમામ કામ પહેલા જ પુરૂ થઈ ચબકયુ હતું. જેથી લાઈસન્સ મળવામાં પરેશાની થઈ નહિ.

અયોધ્યા

અયોધ્યા અને જેવરમાં પણ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ

અધિકારીએ એમ પણ કહ્યું હતું કે યુપી સરકાર જેવર અને અયોધ્યામાં એરપોર્ટ બાંધકામ માટેના બાંધકામમાં ભારે તત્પરતા બતાવી રહી છે. આગામી દિવસોમાં અહીંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ પણ ઉપલબ્ધ થશે. આ બંને એરપોર્ટનું કામ પૂર્ણ થયા બાદ જો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી મળે તો ઉત્તરપ્રદેશના પાંચ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સુવિધા હશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો