GSTV
Gujarat Government Advertisement

લ્યો બોલો!, અહીં માત્ર એક કપ ચાની કિંમત છે 1 હજાર રૂપિયા, ખાસિયત જાણી ચોંકી ઉઠશો

Last Updated on March 1, 2021 by

આમ તો આ વિશ્વમાં અનેક લોકો એવા છે કે જેઓ ચાના વધારે શોખીન છે. ત્યારે ઘણી વાર કેટલાંક લોકો આ શોખ પૂરો કરવા માટે દૂર-દૂર સુધી જાય છે અને તેની સારી એવી રકમ પણ ચૂકવે છે. પરંતુ, જો તમને પૂછવામાં આવે કે શું તમે ક્યારેય એક કપ ચા માટે એક હજાર રૂપિયા ચૂકવ્યાં છે, તો ચોક્કસથી તમારો જવાબ નહીંમાં જ હશે. કારણ કે, તમને મનમાં એમ પ્રશ્ન થતો હશે કે શું આટલી મોંઘી ચા ક્યાંક મળતી હશે?

TEA

એક કપ ચાની કિંમત 1200 રૂપિયા

જી હાં, આજે અમે તમને એક એવાં નાના ટી સ્ટોલ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જ્યાં એક કપ ચાની કિંમત 1200 રૂપિયા સુધીની છે.

સામાન્ય રીતે એક કપ ચાની કિંમત 5થી 10 રૂપિયા હોય છે. પરંતુ, કોલકાતામાં નાના ટી સ્ટોલ પર લોકોને માત્ર એક કપ ચા માટે એક હજાર રૂપિયા આપવા પડે છે. રિપોર્ટ અનુસાર, દુકાનનું નામ ‘નિર્જશ’ છે અને માલિકનું નામ ‘પાર્થ પ્રતિમ ગાંગુલી’ છે. આ દુકાન મુકુંદપુરમાં 2014માં ખોલવામાં આવી હતી.

આ દુકાનમાં એક કપ ચાની કિંમત 12 રૂપિયાથી લઇને એક હજાર રૂપિયા સુધીની છે. ત્યાં આ દુકાન ખૂબ જ પ્રખ્યાત છે અને અહીં ચા પીવા માટે લોકો ક્યાંય-ક્યાંયથી દૂર-દૂરથી લોકો આવે છે.

tea

અહીં તમને મળશે ‘100’ પ્રકારની અલગ-અલગ ચા

મળતી માહિતી અનુસાર, આ દુકાન પર અંદાજે 100 પ્રકારની ચા બને છે. એવું કહેવાઇ રહ્યું છે કે, આટલી મોંધી ચાની પાછળ ‘Bo Lay Tea’ છે, જેની કિંમત અંદાજે ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિગ્રા છે. માત્ર આટલું જ નહીં અહીં તો, લેવેન્ડર ટી, વાઇન ટી, તુલસી જિંજર ટી, બ્લુ ટિશ્યન ટી, મકઇબારી ટી, ઓક્ટી ટીને પણ ચામાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેના કારણે ચાની આટલી કિંમત છે. તો જો તમને પણ ક્યારેક મુકુંદપૂર જવાનો મોકો મળે તો એક હજાર રૂપિયાવાળી ચાનો આનંદ જરૂરથી ઉઠાવજો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો