GSTV
Gujarat Government Advertisement

માતા-પિતાની શુગરની બીમારીનો બાળકો પણ ભોગ બની શકે, જાણો કેટલા ટકા હોય છે ડાયાબિટીઝનું જોખમ

Last Updated on April 9, 2021 by

ડાયાબિટીઝની બીમારીને સામાન્ય બોલચાલની ભાષામાં શુગરની બીમારી તરીકે જાણવામાં આવે છે. જે લોકોના પરિવારમાં કોઇને પણ ડાયાબિટીઝની બીમારી હોય. ખાસ કરીને માતા-પિતામાંથી કોઇ એકને પણ ડાયાબિટીઝ હોય તો તેઓના બાળકમાં પણ શુગર હોવાનો ખતરો વધારે હોય છે. રિસર્ચમાં એવી વાત પણ સાબિત થઇ ચૂકી છે કે, જો માતા-પિતામાંથી કોઇને ટાઇપ 2 ડાયાબિટીઝ (Type 2 Diabetes) હોય તો બાળકમાં પણ આ બીમારી હોવાનું જોખમ 4 ગણું વધારે હોય છે અને માતા-પિતા બંનેને ટાઇપ 2 ડાયાબિટીઝ હોય તો બાળકમાં પણ આ બીમારી હોવાનો ખતરો 50 ટકા સુધી વધી જાય છે. આનું કારણ છે કે, માતા-પિતામાંથી મળનારા જિન્સ.

diabetes

ટાઇપ 1 ડાયાબિટીઝ વધારે જેનેટિક હોય છે

ડાયાબિટીઝ 2 પ્રકારના હોય છે – ટાઇપ 1 અને ટાઇપ 2. સૌ પહેલાં વાત ટાઇપ 1 ડાયાબિટીઝની છે કે જે એક Autoimmune બીમારી છે કે જેમાં શરીરની ઇમ્યુન સિસ્ટમ શરીરની સ્વસ્થ કોશિકાઓ પર જ હુમલો કરવા લાગે છે. થોડાંક વર્ષો પહેલાં એવું માનવામાં આવતું હતું કે, ટાઇપ 1 ડાયાબિટીઝ સંપૂર્ણ રીતે Genetic બીમારી છે. જો કે, બાદમાં અનેક દર્દીઓ એવાં પણ મળ્યાં કે, જેઓના પરિવારમાં કોઇને પણ ટાઇપ 1 ડાયાબિટીઝ ન હોતો.

diabetes

અંદાજે 90 ટકા કેસોમાં ટાઇપ -2 ડાયાબિટીઝ હોય છે

ટાઇપ 2 ડાયાબિટીઝ એ ખાંડની સૌથી સામાન્ય બીમારી છે અને ડાયાબિટીઝના અંદાજે 90 ટકા કેસોમાં ટાઇપ -2 ડાયાબિટીઝ હોય છે. આરોગ્ય વેબસાઇટના અનુસાર, ટાઇપ 1 ની જેમ જ જો કુટુંબમાં કોઈને પણ ડાયાબિટીઝ હોય તો બાળકને પણ તેનું જોખમ રહેલું છે. જીનમાં તેનો મહત્વનો રોલ હોય છે, પરંતુ કેટલીક વખત જીવનશૈલીને લગતા પરિબળોને કારણે ડાયાબિટીઝ પણ એક રોગ બની જાય છે. કૌટુંબિક ઇતિહાસ સિવાય, ટાઇપ 2 ડાયાબિટીઝના આ જોખમકારક પરિબળો છે –

  1. વધારે વજન હોવું અથવા મેદસ્વીપણું
  2. શારીરિક પ્રવૃત્તિ ન કરવી
  3. લોહીમાં ચરબી અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોવું
  4. હાઈ બ્લડ પ્રેશરની બીમારી
  5. મહીલાઓમાં થનારી બીમારી પીસીઓએસ

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો