GSTV
Gujarat Government Advertisement

પશુપાલકો માટે કામની વાત: ડેરી ફાર્મમાં ફક્ત દૂધથી જ નહી, આવી રીતે પણ કમાઈ શકશો અઢળક રૂપિયા

Last Updated on March 27, 2021 by

ડેરી ફાર્મના બિઝનેસને સારી કમાણીવાળો ધંધો માનવામાં આવે છે. એવી કેટલીય ઘટનાઓ તમને મળી જશે, જ્યાં લોકો ડેરી ફાર્મનો બિઝનેસ કરીને ઓછા સમયમાં સારા પૈસા કમાઈ શકે છે. આમ પણ જો તમે બિઝનેસમાં સારી એવી કમાણી કરવા માગતા હોવ તો, આપ અન્ય વિકલ્પ પણ વિચારી શકો. જેમ કે, આપ દૂધ વેચવા ઉપરાંત અન્ય કેટલીય રીતે પણ પૈસા કમાઈ શકો છો. કેટલાય લોકો દૂધ વેચવાની સાથે સાથે અન્ય રીતે પણ પૈસા રળી લેતા હોય છે.

આજે અમે અહીં આપને જણાવા માગીએ છીએ કે, કેવી રીતે આપ ડેરી ફાર્મનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ ઉપરાંત આપ ડેરી ફાર્મમાં દૂધ ઉપરાંત કઈ રીતે સારી એવી કમાણી કરી શકો છો. તો આવો જાણીએ દૂધ ઉપરાંત સારી એવી કમાણી કરવાનો બિઝનેસ પ્લાન…

મોટા ભાગે લોકો શું કરતા હોય છે ?

મોટા ભાગે લોકો એક લાખ રૂપિયાની ભેંસ ખરીદતા હોય છે. બાદમાં દૂધ વેચવાનું કામ શરૂ કરી દેતા હોય છે. માનવામાં આવે છે કે, લગભગ એક લાખ રૂપિયાની ભેંસ સિઝનમાં લગભગ દોઢેક લાખનું દૂધ આપતી હોય છે. તેમાંથી ભેંસના ખાવા પર 80 હજાર રૂપિયા ખર્ચ થઈ જાય છે. જ્યારે લેબર ખર્ચ 10 હજાર રૂપિયા આવે છે. ત્યાર બાદ ભેંસને લગભગ 40 હજાર જેવી કિંમતમાં વેચી દેતા હોય છે. પણ જો તમે થોડુ અલગ રીતે વિચારો તો, આપ આ રિસોર્સથી પણ સારી એવી કમાણી કરી શકો છો.

શું છે અલગ રીતે કમાણી કરવાનો પ્લાન

કેટલાય પશુપાલકો એક ભેંસ દ્વારા દૂધથી કમાણી કરતા હોય છે. જેવું અન્ય ખેડૂત ભાઈઓ કરતા હોય છે. તેમાંથી કેટલાય લોકો દૂધથી વધારે ડેરી પ્રોડ્ક્ટ વેચીને સારી એવી કમાણી કરે છે. જેમ કે, પનીર, દહીં વધારે વેચતા હોય છે. કારણ કે તેમાં ફાયદો વધારે છે. આ ઉપરાંત કેટલાય પશુપાલકો દૂધ વેચવાની સાથે સાથે પોતાની બ્રિડ તૈયાર કરી રહ્યા છે. એટલે કે, દૂધની સાથે સાથે ભેંસનું બચ્ચુ કરીને પણ પાળતા હોય છે.

આનાથી એક વર્ષમાં જ પોતાની અલગ એક ભેંસ તૈયાર કરી લેતા હોય છે. તેનાથી તેમને એક વર્ષની અંદર જ 1 લાખ રૂપિયાની ભેંસ મળી જાય છે. જે સીધી રીતે કમાણીનો એક ઉત્તમ ઉપાય છે. અમુક લોકો તેને વેચી પણ દેતા હોય છે. ત્યારે હવે તો ખેડૂતો ખુદ બ્રિડ તૈયાર કરવામાં ધ્યાન આપી રહ્યા છે. જે સારામાં સારી નસ્લની ભેંસ હોય તેના પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. તેનાથી તેમને ઘણો ફાયદો પણ થઈ રહ્યો છે. એટલા માટે જો આપ પણ આ બિઝનેસ કરવા માગતા હોવ તો, ભેંસની સારામાં સારી બ્રિડ તૈયાર કરીને તેને વેચી સારો એવો બિઝનેસ કરી શકો છો.

પશુ ખરીદ-વેચાણનું કામ

સાથે જ પશુપાલકો પશુ ખરીદવા અને વેચવાનું કામ પણ કરી રહ્યા છે. કેટલાય પશુપાલકો ગામડામાંથી સારી એવી ગાય ભેંસ ખરીદી લાવતા હોય છે અને અન્ય જગ્યાએ તેને સારી એવી કિંમતમાં વેચી દેતા હોય છે. તેના માટે આપને પશુઓ અંગેની સારી એવી જાણકારી હોવી જોઈએ. જે બાદ આપ સારો એવો બિઝનેસ કરી શકો છો.

ડેરી બિઝનેસ માટે સરકાર આપે છે પૈસા

આ બિઝનેસની ખાસ વાત એ છે કે, આપને લોન સરળતાથી મળી જશે, એ પણ સસ્તી. આ ઉપરાંત આ બિઝનેસથી સરકારની કેટલીય સબ્સિડી પણ મળે છે. તેનાથી આપને નફો વધારે થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો