Last Updated on March 25, 2021 by
લોકો મોટા ભાગે સ્વસ્થ રહેવા માટે ફળોનું સેવન કરતા હોય છે. ખાસ કરીને કેળા એક એવું ફળ છે. જે લગભગ મોટા ભાગના લોકોના ઘરોમાં જોવા મળે છે. બજારમાં આ ફળ હંમેશા મળી રહે છે. ખાસ કરીને આપે લીલા અથવા તો પીળા રંગના કેળા જોયા હશે. પણ જો તમને પુછવામાં આવે કે, શું તમે વાદળી રંગના કેળા જોયા છે. મોટા ભાગના લોકોનો જવાબ નામાં આવશે. એટલુ જ નહીં આપ એ પણ વિચારી રહ્યા હશો કે, વાદળી રંગના પણ કેળા હોય ખરાં ? જો કે, આપને જણાવી દઈએ કે, વાદળી રંગના પણ કેળા હોય છે અને તે સ્વાદમાં એકદમ સામાન્ય કેળા કરતા અલગ હોય છે.
આ પ્રકારના કેળાની ખેતી મૂળ તો દક્ષિણ પૂર્વ એશિયામાં થાય છે. આ ઉપરાંત હવાઈ દ્વીપોમાં પણ આવા કેળા ઉગે છે. દક્ષિણ અમેરિકામાં પણ વાદળી રંગના કેળાની ખેતી થાય છે. કારણ કે, ઠંડા પ્રદેશો અને ઓછા તાપમાનવાળી જગ્યાઓમાં તેની સારી એવી ખેતી થાય છે. ટેક્સાસ, ફ્લોરિડા, કૈલિફોર્નિયા, લુઈસિયાનામાં સૌથી વધારે આ કેળાની ખેતી થાય છે. કહેવાય છે કે, આ કેળાનો સ્વાદ વેનિલા આઈસ્ક્રિમ જેવો હોય છે. આ કેળાના બ્લૂ જાવા કેળા પણ કહેવાય છે. એટલુ જ નહીં વાદળી રંગના કેળાને કેરી, હવાઈ કેળા, આઈસ્ક્રિમ કેળા તરીકે ઓળખવામાં આવે છે. આપને જાણીને હૈરાની થશે કે, આ કેળાની લંબાઈ 7 ઈંચ સુધી લાંબા હોય છે.
6 મીટર સુધી હોય છે ઝાડની ઉંચાઈ
એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ કેળાના ઝાડની ઉંચાઈ 6 મીટર સુધીની હોય છે. તો વળી કેળા લૂમ ખૂબ નાની હોય છે. કહેવાય છે કે, જ્યારે તેની ખેતી થાય છે ત્યારે 15થી 24 મહિના બાદ તેમાં ફળ આવવાના શરૂ થાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31