GSTV
Gujarat Government Advertisement

નુસ્ખા/ હોળી પર જરૂર કામ આવશે રસોડાની આ વસ્તુઓ, રંગોથી સ્કિન-આંખ અને મોઢાને રાખશે સેફ

રસોડા

Last Updated on March 29, 2021 by

Happy Holi 2021: રંગોના તહેવાર હોળીના ઉત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે. લાલ, પીળો, ગુલાબી, અને વાદળી રંગોથી રંગાવાનો આનંદ અનેરો છે. પરંતુ, હોળી પોતાની સાથે ત્વચાની સમસ્યાઓ પણ લાવે છે કારણ કે આ દિવસોમાં મોટાભાગના હોળીના રંગો બનાવવામાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ત્વચાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવાની સંભાવના ધરાવે છે. હોળી રમતી વખતે, આપણી ત્વચા, મોં અને આંખોને આ હાનિકારક રંગોથી ભારે જોખમ છે. તેમ છતાં, ગંભીર નુકસાન ટાળવા માટે સલામતી સૌથી મહત્વપૂર્ણ છે.

રસોડા

રસોડાની સામગ્રી સ્કિન માટે

પેસ્ટ અને સ્પ્રે વાળા રંગોમાં ઝેરી તત્વો હોય છે જે ખંજવાળ, સ્કીનની એલર્જી અને લાલ ચકામાનું કારણ બની શકે છે. જો તમને પણ આવી જ સમસ્યા થતી હોય, ત્યારે શરીરના તે હિસ્સાને સાદા પાણીથી ધોઇ નાંખી અથવા નારિયેળ અથવા બદામનું તેલ તેના પર લગાવો. જો તમને ખંજવાળ અને બળતરા થતી હોય તો ઠંડા દૂધમાં રૂ બોળીને લગાવો.

રૂને ઠંડા દૂધમાં બોળીને શરીરના તે ભાગ પર લગાવીને મસાજ કરો. આ ઉપરાંત હોળી રમતી વખતે જો જખમ વધુ પ્રભાવિત થાય, તો સાદા પાણીથી ધોઇને સાફ કરો. ચપટી હળદર લો, તેને આખા જખમ પર લગાવો અને સાફ કપડાથી તેને ઢાંકી દો.

રસોડા

આંખો માટે રસોડાની સામગ્રી

હોળીના સુકા રંગો સાથે રમતી વખતે, ખાતરી કરો કે રંગ તમારી આંખોમાં ન જાય કારણ કે તે તમારી આંખોની દ્રષ્ટિ માટે જોખમી હોઈ શકે છે. જો આવી ઘટના બને, તો પછી તમારી આંખોને ઠંડા સાદા પાણીથી ધોઇ લો. જ્યાં સુધી બળતરા દૂર ન થાય ત્યાં સુધી તમારી આંખો ધોતા રહો. આંખોને મસળવાનો પ્રયાસ કરશો નહીં કેમ કે રાસાયણિક રંગો સંભવિત રીતે સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

રસોડા

મોઢા માટે રસોડાની સામગ્રી-

હોળી રમતી વખતે હોળીના રંગો મોઢામાં જવાની શક્યતા રહેલી છે. જો તમને આવું થાય છે, તો પછી તમારે હુંફાળા પાણી અને ચપટી મીઠુંથી કોગળા કરવું જોઈએ. આવો અનુભવ થાય તો, તાત્કાલિક પગલાં લો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો