GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: બોલીવુડની આ એક્ટ્રેસ અને બીજેપીની સાંસદને બ્લડ કેન્સર, મુંબઈમાં કરાવી રહી છે સારવાર

એક્ટ્રેસ

Last Updated on April 1, 2021 by

બૉલીવુડ એક્ટ્રેસ અને વધુ એક ભારતીય જનતા પાર્ટીની સાંસદ કિરણ ખેરને લઇ ખબર છે કે તેઓ મલ્ટીપલ માઈલોમાં, જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે તેનાથી પીડિત છે, જણાવવામાં આવી રહ્યું છે કે કિરણ ખેર મુંબઈમાં સારવાર કરાવી રહી છે.

રિકવરીની રાહ પર છે કિરણ

Kirron Kher

કિરણ ખેરની સાથે બીજેબી ચંદીગઢના મેમ્બર અરુણ સુદે બુધવારે એક સ્પેશિયલ પ્રેસ કોન્ફનરન્સમાં કિરણની બીમારી અંગે ખુલાસો કર્યો. સુદે કહ્યું કે કિરણ ખેર ગયા વર્ષથી ઈલાજ કરાવી રહી છે અને આ સમયે રિકવરીની રાહ પર છે.

ગયા વર્ષે થઇ હતી બીમારીની જાણ

સુદે કહ્યું કે, ‘ગયા વર્ષે 11 નવેમ્બરે એમને પોતાના ચંદીગઢ વાળા ઘરમાં ફેક્ચર થયું હતું. ચંદીગઢના Post Graduate Institute of Medical Education and Researchમાં ઈલાજ દરમિયાન તેમને મલ્ટીપલ માઈલોમાંના શરૂઆતી લક્ષણની જાણ થઇ. આ બીમારી એમના જમણા હાથથી ડાબા ખભા સુધી ફેલાઈ ગઈ છે. એવામાં 4 ડિસેમ્બર 2020ના રોજ મુંબઈમાં ઈલાજ માટે એરલિફ્ટ કરવામાં આવ્યા. ત્યારથી સતત તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

મુંબઈમાં ચાલી રહ્યો છે ઈલાજ

અરુણ સુદે આગળ કહ્યું, ‘આમ તો કિરણ ખેર છેલ્લા ચાર મહિનાથી પોતાનો ઈલાજ કરાવી રહી છે અને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ નથી, પરંતુ દરરોજ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ જરૂર જવું પડી રહ્યું છે.’ જણાવી દઈએ કે કિરણ ખેરને લઇ પાર્ટીએ એમના હેલ્થ અપડેટ પર સવાલ ઉઠાવ્યા હતા. કિરણ ખેર લાંબા સમયથી ચંદીગઢથી ગાયબ હતી, એવામાં વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યા હતા. સુદે જણાવ્યું કે ગયા વર્ષે ડિસેમ્બર સુધી ચંદીગઢમાં હતી અને એમની બીમારીને જોતા બહાર ન નીકળવાની સલાહ મળી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો