Last Updated on March 17, 2021 by
ભાજપ અને કોંગ્રેસની ટિકિટ લેવા માટે ઉમેદવારો આકાશ પાતાળ એક કરી દેતા હોય છે ત્યારે કેરાલામાં તેનાથી ઉલટો કિસ્સો સામે આવ્યો છે. કેરાલામાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે વાયનાડ જિલ્લાની વિધાનસભા બેઠક માટે અનુસૂચિત જનજાતિના ભણેલા ગણેલા યુવક મની કુટ્ટનને ટિકિટ આપી હતી. ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં તેમનું પણ નામ હતું.
જોકે હવે 31 વર્ષીય આ યુવાને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. તેણે કહ્યું હતું કે, જ્યારે મેં ટીવી પર મારું નામ જોયુ ત્યારે હું ચોંકી ઉઠ્યો હતો. મેં ફોન કરીને પાર્ટીના નેતાઓને આદરપૂર્વક ચૂંટણી નહીં લડવાના મારા નિર્ણય અંગે જાણ કરી દીધી હતી.
એમબીએની ડિગ્રી ધરાવતા મનીકુટ્ટનનું કહેવું છે કે, નેતા તરીકે નહીં પણ સામાન્ય માણસ તરીકે જ દેશની સેવા કરવા માંગુ છું અને રાજકારણમાં મારે ઉતરવું નથી. ઉલ્લેખનીય છે કે, કેરાલામાં ભાજપનું રાજકીય અસ્તિત્વ નહીવત જેવું છે. પાર્ટી પાસે હાલમાં રાજ્યમાં માત્ર એક ધારાસભ્ય છે. ભાજપ કેરાલામાં પગ જમાવવા માટે ભારે જોર લગાવી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31