Last Updated on March 26, 2021 by
પુરુષ પ્રધાન સમાજને બદલવાની થઈ રહેલી વાતો વચ્ચે આફ્રિકાના દેશ કેન્યામાં એક ગામ એવુ છે જયાં સંપૂર્ણપણે સ્ત્રીઓનું આધિપત્ય છે. કદાચ આવા ગામની કલ્પના આપણે ના કરી શકીએ પણ આ હકીકત છે. ઉમાજો નામના ગામમાં પુરુષોને એન્ટ્રી નથી. અહીંયા એક ડઝન પરિવારો રહે છે પણ તમામ સ્ત્રીઓ છે અને પુરુષ એક પણ નથી. લગભગ 31 વર્ષ પહેલા 15 મહિલાઓએ આ ગામની સ્થાપના કરી હતી. ઉત્તરી કેન્યાની મહિલા જેન નોલમોંગન પર એક બ્રિટિશ સૈનિકે રેપ કર્યો હતો અને આ વાતની ખબર પડયા બાદ મહિલાને તેના પતિએ ઘરની બહાર કાઢી મુકી હતી. એ પછી તે બાળકો સાથે ઉમોજા ગામમાં પહોંચી હતી. જ્યાં કોઈ પુરુષ જઈ શકતો નથી.
પુરુષ પ્રધાન સમાજનું આધિપત્ય ઘટ્યું
હવે આ મહિલા જે ખેતરમાં ખેતી કરી રહી છે તે જમીન તેના નામે થવા જઈ રહી છે. કેન્યામાં 98 ટકા જમીન માત્ર પુરુષોના નામે છે. જોકે હવે ઉમાજો ગામમાં જેન નેલમોંગનના નામે જમીન થવા જઈ રહી છે અને તેનાથી બીજી મહિલાઓના જમીનના માલિક બનવાના રસ્તા પણ ખુલશે.
ત્યકતા મહિલાઓનું ગામ
આ ગામમાં જેટલી પણ મહિલાઓ રહે છે તે ઘરેથી કાઢી મુકાયેલી, યૌન ઉત્પિડનનો શિકાર બનેલી અથવા સંપત્તિમાંથી બેદખલ થયેલી મહિલાઓ છે. બાળ વિવાહ ના થાય તે માટે ભાગેલી મહિલાઓ પણ અહીંયા આવીને વસી છે. ઉમોજાનો અર્થ સ્થાનિક ભાષામાં એકતા એવો થાય છે. અહીંયા ગામ વસાવવાની શરુઆત રેબેકા લોલોસોલી નામની મહિલાએ કરી હતી.જેણે મહિલાઓની સુન્નત કરવાનો વિરોધ કર્યો હતો. એ પછી તેના પર પુરુષોના એક જૂથે હુમલો કર્યો હતો.
મહિલાઓને આધિન ગામનો વિકાસ
ઘાયલ અવસ્થામાં સારવાર લેતી વખતે રેબેકાને આ ગામ વસાવવાનો વિચાર આવ્યો હતો.આ ગામ આજે હકીકત બની ચુક્યુ છે. અહીંયા મકાનો અને સ્કૂલનું નિર્માણ પણ મહિલાઓએ જ કર્યુ છે. ગામની મહિલાઓ હાથથી બનાવેલી વસ્તુઓ અને મધ વેચીને ગુજરાન ચલાવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31