GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર / Health Insurance લેતા સમયે આ વસ્તુનું રાખો ખાસ ધ્યાન, નહીં તો થશે મોટુ નુકશાન

Last Updated on March 27, 2021 by

કોરોના મહામારીના કારણે દેશના મોટાભાગના સરકારી હોસ્પિટલોની હાલત ખરાબ થઈ ગઈ છે. તો પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર કરાવવી મોંઘી પડી રહી છે. તેવામાં મોટા ભાગના લોકો હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસી લઈ રહ્યાં છે. કારણ કે, કોઈ પણ ઈમરજન્સી કંડિશનમાં તેની સારવાર થઈ શકે. હવે દેશના ગ્રામીણ વિસ્તારોમાં પણ હેલ્થ ઈન્શ્યોરન્સ તરફ આગળ વધી રહ્યો છે. દેશની તમામ કંપનીઓ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસી ઓફર કરી રહી છે. જેમાં કોરોના વાયરસની સારવારનો પણ સમાવેશ થાય છે.

શા માટે જરૂરી છે હેલ્થ ઈન્શ્યોરન્સ

હેલ્થ ઈન્શ્યોરન્સના માધ્યમથી તમે એક ફિક્સ પ્રીમિયમ આપીને તમારા અને તમારા પરિવારને સુરક્ષિત બનાવી રાખો છો. કોઈ પણ ઈમરજન્સી કંડિશનમાં હેલ્થ ઈન્શ્યોરન્સ તમને એક નિશ્ચિત સીમા સુધી સારવારની સુવિધા આપે છે. તેના માટે તમારે અલગથી કોઈ પૈસા દેવાના નથી. કોરોના કાળમાં હેલ્થ ઈન્શ્યોરન્સનું મહત્વ ઘણું વધારે છે. તમામ કંપનીઓ કોરોનાના સ્પેશયલ હેલ્થ ઈન્શ્યોરન્સ પણ કરી રહી છે. તમે પોતાના બજેટના અનુસાર હેલ્થ ઈન્શ્યોરન્સની પોલીસી લઈ શકે છે.

ઈન્શ્યોરન્સ લેતા સમયે આ વાતોનું રાખો ધ્યાન

  • સૌથી પહેલા તમારે તમારૂ બજેટ નક્કી કરવાનું રહેશે. તે હિસાબથી ઈન્ટરનેટ ઉપર તમામ કંપનીઓની વેબસાઈટ ઉપર જઈને જાણકારી મેળવી શકો છો. જો સંભવ હોય તો કંપનીની નજીકની ઓફિસમાં જઈને તમે હેલ્થ ઈન્શ્યોરન્સ સાથે જોડાયેલી વિસ્તૃત જાણકારી મેળવી શકો છો.
  • હેલ્થ ઈન્શ્યોરન્સની પોલીસી લેતા સમયે તમામ નિયમો અને શરતો સારી રીતે વાંચી લો. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તે સંબંધિત કર્ચારીઓની સાથે બેસીને ડિસ્કસ કરી લો.
  • હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે કંપનીનું ક્લેમ રિજેક્શન રેશ્યો જરૂર જોવો. ક્લેમ રિજેક્શન રેશ્યોનો અર્થ છે કે, કંપનીએ કેટલા લોકોના ક્લેમને રિજેક્ટ કર્યાં છે. જો કંપનીનો ક્લેમ રિજેક્શન રેશ્યો વધારે હોય તો તેવી કંપનીમાંથી હેલ્થ ઈન્શ્યોરન્સ લેશો નહીં.
  • આજના સમયમાં કોઈ એવી પોલીસી ઉપલબ્ધ છે જેના તમે ખુદને તથા પોતાના પરિવારનો પણ સમાવેશ કરી શકો. તે માટે તમારે એક ફિક્સ પ્રિમિયમ દેવાનું રહેશે. આવી પોલીસીની જાણકારી તમે ઈન્ટરનેટ કે કોઈ એક્સપર્ટ પાસેથી લઈ શકો છો.
  • આજના સમયમાં હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસી લેતા સમયે તે જરૂર ચેક કરો કે તમારી પોલીસી કોરોનાવાયરસની સારવારનો સમાવેશ થાય છે કે નહીં. પરિસ્થિતિઓને જોતા કોરોનાને કવર કરનારી પોલિસી લેવી સમજદારી ભરેલુ રહેશે.
Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો