Last Updated on March 9, 2021 by
મધ્ય પ્રદેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અલ્કા લાંબાના વખાણ કરવા જતાં ભરાઈ ગયા હતા. આ વાતનું પૂછડૂ હવે ભાજપ મુકવા માટે તૈયાર નથી. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યુ હતું કે, કમલનાથ વારંવાર પોતે યુવાન હોવાનો દાવો કરતા રહે છે. પણ સચ્ચાઈ એ છે કે, તેમની યુવાનીના ચક્કરમાં કોંગ્રેસ પાર્ટી ડૂબી ઘરડી થઈ ગઈ.
કમલનાથને પોતાના વખાણ કરવા ભારે પડ્યા
સોમવારે મહિલા દિવસના અવસરે મહિલા કોંગ્રેસનું સંમેલન આયોજીત કરવામાં આવ્યુ હતું. આ સંમેલનમાં અલ્કા લાંબા મુખ્ય અતિથિ તરીકે જોડાયા હતા. સંમેલનને સંબોધિત કરતા કમલનાથે અલ્કા લાંબાના ખૂબ વખાણ કર્યા હતા. કમલનાથે કહ્યુ હતુ કે, તેઓ અલ્કા લાંબાને ત્યારથી જાણે છે, જ્યારથી તેઓ 18 વર્ષના હતા. હું તેમના લગ્ન પણ ગયો હતો. સમયને કોઈ રોકી શકતું નથી. તમારી પણ ઉંમર થઈ ગઈ છે અને મારી, પણ એવુ ન વિચારતા કે, મારી યુવાની જતી રહી છે.
કોંગ્રેસ પાર્ટી પર ભાજપે કટાક્ષ કર્યો
ત્યારે આ વાતને લઈને ભારતીય જનતા પાર્ટીએ કટાક્ષ કરવાનો મોકો જવા દીધો નહોતો. નરોત્તમ મિશ્રાએ પહેલા તો આવા નિવેદનને વાંધાજનક ગણાવ્યુ હતું. બાદમાં તેમણે કહ્યુ હતું કે, કમલનાથ વારંવાર પોતે યુવાન હોવાનું સાબિત કરવા મથી રહ્યા છે. મિશ્રાએ કમલનાથના અગાઉના નિવેદનને પણ યાદ કરાવ્યા હતા.
નરોત્તમ મિશ્રાએ કહ્યુ હતું કે, આ પ્રકારના નિવેદનોની પ્રતિક્રિયા આપવા નથી માગતા, પણ હકીકત એ છે કે, તેમની જવાનીના ચક્કરમાં કોંગ્રેસ પાર્ટી ઘરડી ગઈ, ત્યારે હવે જોવાનું એ છે કે, કમલનાથ કઈ રીતે આ વાતનો જવાબ આપે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31