GSTV
Gujarat Government Advertisement

સિંધિયાનો જવાબ: આટલી ચિંતા ત્યારે કરવાની જરૂર હતી, જ્યારે હું કોંગ્રેસમાં હતો….

Last Updated on March 9, 2021 by

રાહુલ ગાંધીએ અગાઉ આપેલા નિવેદન પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ વળતો જવાબ આપી દીધો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, ભાજપમાં જ્યોતિરાદિત્ય સિંધિયા બૈક બેંચર છે. જેને લઈને જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીએ આટલી ચિંતા કરવાની ત્યારે જરૂર હતી, જ્યારે હું કોંગ્રેસમાં હતો.

સિંધિયાએ રાહુલ ગાંધીને જવાબ આપ્યો

સિંધિયાએ રાહુલ ગાંધીને જવાબ આપતા જણાવ્યુ હતું કે, આટલી ચિંતા રાહુલ ગાંધીને અત્યારે થાય છે, કાશ આટલી ચિંતા ત્યારે કરી હોત, જ્યારે હું કોંગ્રેસમાં હતો. આનાથી વધારે મારે કશુંય નથી કહેવું. ત્યારે બાદ સિંધિયા આગળ નિકળી ગયા હતા.

એક વર્ષ અગાઉ સિંધિયાએ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ છોડી

હકીકતમાં જોઈએ તો, કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ 11 માર્ચ 2020ના રોજ ભાજપનું સભ્યપદ ગ્રહણ કરી લીધુ હતું. ત્યારે બાદ એમપી કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ રાજીનામા આપી દીધા હતા અને કમલનાથની સરકાર પડી ગઈ હતી. એક વર્ષ બાદ હવે રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ લઈને ટોણો માર્યો હતો. ત્યારે બાદ સિંધિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી.

રાહુલ ગાંધીએ સિંધિયા પર જેવો કટાક્ષ કર્યો કે, તુરંત જ નરોત્તમ મિશ્રાએ જવાબ આપ્યો હતો કે, સચિન પાયલોટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવી દે કોંગ્રેસ.

સચિન પાયલોટને સીએમ બનાવવાની માગ

તો વળી રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે જવાબ આપ્યો છે. એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ રાહુલ ગાંધી પાસે માગ કરી હતી કે, રાજસ્થાનમાં સચિન પાયલોટને સીએમ બનાવી દે. આ સાથે જ સચિન પાયલોટને સીએમ બનાવવાની માગ ફરી એક વખત ટ્વિટર પર ટ્રેંડ થઈ રહ્યુ છે. ભાજપે કહ્યુ હતું કે, વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વરરાજો કોઈ બીજો બતાવ્યો અને લગ્ન કોઈ ત્રીજા જ સાથે કરાવી દીધા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો