GSTV
Gujarat Government Advertisement

આને કહેવાય નોકરી! દારૂની ફેક્ટરીમાં કરો મનગમતું કામ, મહિને મળશે 7 લાખ રૂપિયા સેલરી, રહેવાનો પણ નહીં થાય ખર્ચ

દારૂ

Last Updated on March 22, 2021 by

દારૂ બનાવતી એક કંપની 7 લાખ 24 હજાર રૂપિયા પ્રતિ મહિનાની નોકરી ઑફર કરી રહી છે. સાથે જ નોકરી કરનારા વ્યક્તિને રેંટ- ફ્રી ઘર આપવામાં આવશે. આ નોકરી એક વર્ષ માટે હશે. ચાલો તમને જણાવીએ આ નોકરી વિશે અને તેને લગતી કેટલીક વિશેષ બાબતો વિશે…

દારૂ

નોકરી મેળવનારને પોતાની પસંદનું કામ કરવા મળશે

7 લાખ 24 હજાર રૂપિયા પ્રતિ મહિનાની નોકરી આપનારી આ દારૂની કંપની અમેરિકાની છે. કંપનીનું નામ Murphy-Good Winery છે. કંપની કેલિફોર્નિયાના સોનામામાં સ્થિત પોતાની ફેક્ટરી માટે આ જૉબ ઑફર કરી રહી છે. ખાસ વાત એ છે કે જે વ્યક્તિને નોકરી મળશે, તેને વાઇનરીમાં પોતાની પસંદનું કામ આપવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર, નોકરી મેળવનાર વ્યક્તિને પોતાના પેશનને નિખારવાનો મોકો મળશે. પહેલા કેટલાંક મહિના સુધી વ્યક્તિને વાઇનરીમાં અલગ-અલગ કામ કરવાના રહેશે અને તે બાદ તેને પોતાના પેશનના આધારે કામ પસંદ કરવાનો મોકો મળશે.

દારૂ

જોબ માટે આ રીતે કરો અપ્લાય

નોકરી કરનાર વ્યક્તિને દારૂની ફેક્ટરીના વિભિન્ન કામની જાણકારી મેળવવાની રહેશે અને ઇ-કોમર્સ વિશે પણ શીખવાનું રહેશે. વ્યક્તિએ અલગ-અલગ ટીમ સાથે કમ્યુનિકેશન કરવાનું રહેશે.

અમેરિકન કંપની Murphy-Good Winery 1985માં સ્થાપિત કરવામાં આવી હતી. પહેલીવાર કંપનીએ 2009માં આ પ્રકારની જૉબ ઑફર કરી હતી. ત્યારે કેંડિડેટને પોતાનું કામ સોશિયલ મીડિયા પર પ્રમોટ કરવાનું કહેવામાં આવ્યું હતુ. કંપનીના વર્તમાન પડકારોને ધ્યાનમાં લેતા ફરીથી આ જૉબની રજૂઆત કરવામાં આવી છે.

દારૂ

અપ્લાય કરનાર શખ્સની ઉંમર 21 વર્ષ અથવા વધુ હોવી જોઇએ અને અમેરિકામાં કામ કરવા માટે તમારી પાસે મંજૂરી પણ હોવી જરૂરી છે. કેંડીડેટ આ નોકરી શા માટે કરવા માગે છે, તે જણાવતા તેણે વીડિયો રેઝ્યુમ મોકલવાનું છે. રોલ વેલ્યૂ, ક્રિએટિવિટી, ડિઝાઇન, સ્કિલ અને અનુભવના આધારે કેંડિડેટનું સિલેક્શન કરવામાં આવશે. અપ્લાય કરવાની ડેડલાઇન 30 જૂન છે. વધુ જાણકારી કંપનીની વેબસાઇટ પરથી મેળવી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો