Last Updated on March 23, 2021 by
ગત વર્ષે, કોવિડ -19 રોગચાળો અને લોકડાઉનને કારણે, લાખો લોકોએ નોકરી ગુમાવી દીધી હતી. તે જ સમયે, હવે જોબ સેક્ટરની સ્થિતિ ફરીથી ભારતમાં પહેલા જેવી આવી ગઈ છે એટલે કે ફરી એકવાર નોકરીઓ જ નોકરીઓ છે. એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) ના અહેવાલ મુજબ, જાન્યુઆરી 2021 માં, વિવિધ વય જૂથોના 13.35 લાખ લોકોને નોકરી મળી છે. જે સંગઠનમાં રજીસ્ટર્ડ છે. સપ્ટેમ્બર 2017 પછી પહેલીવાર, આટલી મોટી સંખ્યામાં જોબ ક્રિએશન થયું છે. જણાવી દઈએ કે આ સમયથી ઇપીએફઓએ દર મહિને રોજગારના આંકડા બહાર પાડવાનું શરૂ કર્યું છે.
22થી 25 ઉંમરના લગભગ 3.48 લાખ લોકોને નોકરીઓ મળી
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે 13.35 લાખ લોકોને નવી નોકરી મળી છે, તેમની ઉંમર શું છે. રિપોર્ટ મુજબ તેમાં 22-25 ઉંમરના લગભગ 3.48 લાખ લોકોને નોકરીઓ મળી છે તમાં ફ્રેશર્સ અથવા પહેલી વખત નોકરી કરનારા પણ ગણી શકાય. તે જ સમયે, 29-25 વર્ષની ઉંમરના ગ્રૂપમાં આ સંખ્યા 2.69 લાખ હતી. આ તે ગ્રૂપ છે જે અનુભવી કર્મચારી કહી શકાય છે. તેમણે નોકરી બદલી અથવા તો બીજી જગ્યાએથી સારા વિકલ્પ અને ગ્રોથ સાથે નવી નોકરી મળી છે. ત્યારબાદ, 18 થી 21 વર્ષની ઉંમરમાં નોકરીઓની સંખ્યા 2.66 લાખ જ્યારે 35 વર્ષથી વધુ ઉંમરના 2.6 લાખથી વધુ લોકોને નોકરી મળી છે.
મહામારીમાં 5 લાખથી વધુ લોકોની નોકરીઓ ચાલી ગઈ હતી
કોરોના મહામારી પછીથી ફરી એક વખત નોકરીઓના ગ્રાફમાં વધારો થઈ રહ્યો છે તેનાથી એક સ્પષ્ટ છે કે જોબ સેક્ટરમાં ભારત તેની મૂળ સ્થિતિમાં પરત ફરી રહ્યું છે. મહામારી દરમિયાન લગભગ 5 લાખથી વધુ લોકોની નોકરીઓ ચાલી ગઈ હતી. માર્ચ અને એપ્રિલમાં તેની ટકાવારી 20 ટકાથી પણ વધારે હતી. ડિસેમ્બર 2020માં તેમાં 24 ટકા નવી નોકરીઓ સાથે વધારો થયો. જાન્યુઆરી 2021માં આ વધુ એક વખત સારું થતાં 27.8 ટકા વધારા સાથે નોકરીઓમાં વધારો થયો છે.
8.20 લાખ નવા લોકોને મળી છે નોકરી
રિપોર્ટ જણાવે છેકે જાન્યુઆરી 2021માં EPFO માં નોંધાયેલા કુલ 13.35 લાખ સભ્યોમાંથી, લગભગ 8.20 લાખ નવા સભ્યો હતા, પ્રથમ વખત તેઓને EPFO ની વિશેષ સુરક્ષા યોજનાનો લાભ મળશે. 5.16 લાખ એવા સભ્યો હતા, જેઓ જૂની નોકરીઓ છોડીને નવી નોકરીમાં જોડાયા હતા.
ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન 62.49 લાખ લોકોને નોકરીઓની તક મળી
આખા નાણાકીય વર્ષ વિશે વાત કરવામાં આવે તો રિપોર્ટ મુજબ આ સમયગાળા દરમિયાન 62.49 લાખ લોકોને નોકરીઓની તક મળી. ભારતમાં સરખામણી કરવામાં આવે તો મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટકથી તમામ વય જૂથોના 32.24 લાખ સભ્યો જોડાયા હતા, જે સૌથી વધારે હતા.
મહિલાઓનો જોબ ગ્રાફ પણ વધ્યો
સંભવત: ઘરના કોઈ સભ્યની નોકરી હોવી અને મહામારી દરમિયાન તેની નોકરી જતી રહેવી, કદાચ આ જ કારણોસર મહિલાઓ પણ નોકરી માટે આગળ આવી હતી. રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2021 માં 2.61 લાખ મહિલાઓ નોકરીમાં જોડાઇ હતી, જે ડિસેમ્બર 2020 ની તુલનાએ 30 ટકાનો વધારો દર્શાવે છે. પેરોલ ડેટા કામચલાઉ છે અને દર મહિને અપડેટ થાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31