Last Updated on March 17, 2021 by
દેશની અગ્રણી ટેલિકોમ કંપની Reliance Jio યુઝર્સની સુવિધા માટે નવા પ્લાન્સ લાવતી રહે છે અને એની સર્વિસને અપગ્રેડ કરતી રહે છે. આ દિવસોમાં કંપનીએ JioPages પ્લેટફોર્મને અપડેટ કરી રહી છે. હાલ જિયોએ JioPages માટે 2.0.3 અપડેટ જારી કર્યું હતું,જેમાં યુઝર્સને નવા ફીચર્સ મળ્યા હતા. હવે જિયોના આ એપને એન્ડ્રોઇડ ટીવીમાં પણ લોન્ચ કરી દીધો છે. એનાથી એન્ડ્રોઇડ ટીવી યુઝરને ઘણો ફાયદો થશે. આ વિશેષ રૂપથી ટીવી માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જણાવી સાઈએ કે JioPages એપનો ઉપયોગ માત્ર જિયો સેટ-અપ-બોક્સ યુઝર જ કરી શકે છે. હવે આ એપનો ઉપયોગ કોઈ પણ એન્ડ્રોઇડ ટીવી યુઝર કરી શકે છે. આ એપને પ્લે સ્ટોરથી તમારી એન્ડ્રોઈડ ટીવીમાં ડાઉનલોડ કરી શકાય છે.
મળશે બે બ્રાઉઝિંગ મોડ
જિયો એપ JioPagesમાં યુઝરને બે બ્રાઉઝીંગ મોડ મળશે. આ બ્રાઉઝિંગ મોડ્સમાંથી એક સ્ટાન્ડર્ડ ડિફોલ્ટ હશે. એ ઉપરાંત યુઝરને ગુગલ ક્રોમ બ્રાઉઝર હેઠળ એક પ્રાઇવેટ બ્રાઉઝિંગ મોડ Incognitoમાં પણ મળશે. JioPages યુઝરને હોમ, વિડીયો, સમાચાર અને કવિકલિંકના નામથી ચાર ટેબ પણ મળશે. આમાં યુઝર બાઉઝિંગ કરવા સાઠે 20થી વધુ કેટેગરી 10,000થી વધુ વિડિયોઝ જોઈ શકશે. એ ઉપરાંત મ્યુઝિક, ફિલ્મો અને ન્યુઝથી રિલેટેડ વિડીયો પણ જોઈ શકશો.
ડાઉનલોડ ડેટાને કરી શકો છો એક્સેસ
જીયો આ એપમાં યુઝરએ ઇન્ટિગ્રેટેડ ડાઉનલોડ મેનેજર પણ મળશે. એમાં યુઝર્સ પોતાના ડાઉનલોડ ડેટાને પણ એક્સેસ કરી શકે છે. એનાથી તમે કોઈ વેબસાઈટ અથવા વેબપેજને બુકમાર્ક પણ કરી શકો છો. આ ઇન્ટીગ્રેટેડ ડાઉનલોડ મેનેજર યુઝર તસ્વીર, વિડીયો અને ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકે છે. જેને તે ક્યારે પણ એક્સેસ નહિ કરી શકે. સાથે એમાં યુઝરને ઇનબિલ્ટ પીડીએફ રીડર પણ મળશે.
સ્થાનીય ભાષામાં ઉપલબ્ધ હશે કન્ટેન્ટ
રિલાયન્સ જિયોની આ એપ JioPages ઘણી ભાષામાં સપોર્ટ કરે છે. આ યુઝર હિન્દી, અંગ્રેજી, તમિલ, મરાઠી, ગુજરાતી, મલયાલમ, તેલુગુ, બંગાળ અને કન્નડ ભાષાનું સપોર્ટ મળે છે. એમાં યુઝર જયારે પોતાની ભાષા સિલેક્ટ કરશે તો બ્રાઉઝર એ ભાષાના હિસાબે ન્યુઝ ફીડને કસ્ટમાઇઝ કરી દેશે. એનાથી યુઝરને તેની સ્થાનીય ભાષામાં કન્ટેન્ટ ઉપલબ્ધ થઇ શકશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31