GSTV
Gujarat Government Advertisement

વાહ! Jioના 749 રૂપિયાના પ્લાનમાં આખુ વર્ષ કરો મનભરીને કૉલ, ડેટા અને આ એપ્સનું સબસ્ક્રીપ્શન પણ મળશે FREE

jio

Last Updated on March 9, 2021 by

રિલાયન્સ જિઓએ (Reliance Jio) તાજેતરમાં Jio Phone 2021 ઓફરની ઘોષણા કરી છે. આ ઑફર હેઠળ કંપનીએ ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે, જેની કિંમત 1,999, 1499 અને 749 રૂપિયા છે. મુકેશ અંબાણીની નેતૃત્વ કંપની ખાસ કરીને Jio Phone માટે લૉન્ચ કરાયેલા આ પ્લાન્સમાં અનલિમિટેડ સર્વિસ આપવામાં આવી રહી છે. આજે અમે તમને હાલના Jio યુઝર્સ માટે 749 રૂપિયા યરલી પ્લાન વિશે બધું જણાવીશું.

jio

Jioનો 749 રૂપિયાનો પ્લાન

Jioના 749 રૂપિયાના પ્લાનની વેલિડિટી 336 દિવસ છે. એટલે કે, તમે 28 દિવસની 12 સાયકલ સુધી આ Jio Phone પ્લાનનો લાભ લઈ શકો છો. આ પ્લાનમાં ગ્રાહકોને દર મહિને 2 જીબી હાઈસ્પીડ ડેટા આપવામાં આવે છે. નિશ્વિત ડેટા સમાપ્ત થયા પછી સ્પીડ ઘટીને 64KBS થઇ જાય છે.

આ સિવાય Jioના 749 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલ્સ આપવામાં આવે છે. ગ્રાહકો દરેક સાયકલ માટે એટલે કે 28 દિવસ માટે 50 એસએમએસ પણ મેળવે છે.

jio

નોંધનીય છે કે Jio Phoneના હાલના ગ્રાહકો Jio ના આ પ્લાનનો લાભ લઈ શકે છે. આ એપમાં જિયો એપ્સ જેવી કે જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ન્યૂઝ, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ મળે છે. જિયોએ આ પ્લાનને જિયો ઑલ ઇન વન પ્લાન કેટેગરીમાં મુક્યો છે.

Jioનો 1299 રૂપિયાનો પ્લાન

Jioના 1,299 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 336 દિવસ સુધીની છે. આ રિચાર્જ પ્લાનમાં, ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ આપવામાં આવે છે, એટલે કે, ગ્રાહકો એકવાર રિચાર્જ કરી શકે છે અને લગભગ એક વર્ષ સુધી મફત કૉલિંગ અને ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ પ્રીપેડ પ્લાનમાં, એક વર્ષ સુધી અનલિમિટેડ ફ્રી કૉલિંગવાળા ગ્રાહકોને 24 જીબી ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. કંપની દ્વારા ઓફર કરેલા હાઇ સ્પીડ 24 જીબી ડેટાની સમાપ્તિ પછી, તેની સ્પીડ ઘટીને 64 કેબીપીએસ થઈ જાય છે.

jio

Jio યુઝર્સને મળશે આ અન્ય ફાયદા

આટલું જ નહીં, યુઝર્સને Jio એપની ફ્રી એક્સેસ પણ મળે છે. કૉલિંગ માટે લૉન્ચ કરવામાં આવેલી આ પ્લાનમાં, Jio-To-Jio અને અન્ય તમામ નેટવર્કને પણ ફ્રી કૉલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ સાથે આ પ્લાનમાં 3600 એસએમએસ વિના મૂલ્યે ઉપલબ્ધ છે. જો તમારે આ રિચાર્જ કરવું હોય, તો પછી તમને આ પ્લાન Jioની વેબસાઇટ પર Other કેટેગરીમાં મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો