Last Updated on February 25, 2021 by
મોટી નુકસાની અને લોનના કારણે એપ્રિલ 2019માં બંધ થયેલ જેટ એરવેઝ ફરી ઉડાન ભરવા માટે તૈયાર છે. કંસોર્ટિયમે લેનદાણોની ચૂકવણી માટે પ્રથમ બે વર્ષમાં 600 કરોડ રૂપિયાનું રોકામ કરી અને કંપનીમાં 89.79 %ની ભાગીદારી મેળવવાનો પ્રસ્તાવ આપ્યો છે. ડીલ અનુસાર, કર્મચારીઓ અને વર્કમેનને પ્રથમ છ મહિનામાં 113 કરોડ રૂપિયા મળશે.
આગામી 5 વર્ષમાં 1,183 કરોડ રૂપિયાની ચુકવણીનો પ્રસ્તાવ
રિપોર્ટ અનુસાર, કંસોર્ટિયમના આગામી 5 વર્ષમાં 1,183 કરોડ રૂપિયાની ચુકવણીનો પ્રસ્તાવ રાખ્યો છે. જણાવી દઈએ કે, જેટને લંડનની એસેટ મેનેજમેન્ટ કેલરોક કેપિટલ અને એંટરપ્રેન્યોર મુરારી લાલ જાલાનની કંસોર્ટિયમ ખરીદી રહી છે.
કંસોર્ટિયમ તરફથી 6 મહિનામાં કંપનીમાં 280 કરોડ રૂપિયા લગાવાશે
નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ એટલે રે NCLT દ્વારા રિઝોલ્યૂશન પ્લાનની મંજૂરી મળ્યા બાદ કંપનીમાં 180 દિવસની અંગત 280 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. જેમાં 107 કરોડ રૂપિયા નાણાંકિય લેણદારો, 43 કરોડ CRIP, 113 કરોડ રૂપિયા કર્મચારીઓ અને વર્કમેન, 9 કરોડ રૂપિયા માટે અન્ય લેણદારો અને 8 કરોડ રૂપિયા આકસ્મિક ફંડમાં જશે.
17 હજાર કર્મચારીઓ આવી ગયા હતા રસ્તા પર
ભારે નુકસાન અને લોનના કારણે જેટ એરવેઝ એપ્રિલ 2019માં બંધ થઈ ગઈ હતી. તે સમયે કંપનીના પ્રમોટર નરેશ ગોયલને 500 કરોડ રૂપિયાની જરૂરત હતી. પરંતુ તેઓ આ રકમ એકઠી કરી શક્યા નહી. એવી સ્થિતિ થઈ ગઈ કે કર્મચારીઓના પગાર અને અન્ય ખર્ચ પણ નિકળતો ન્હોતો. જેટ એરવેઝ બંધ થયા બાદ તેના લગભગ 17 હજાર કર્મચારીઓ રસ્તા પર આવી ગયા હતા. ત્યારબાદ જેટ એરવેઝને લોન આપનાર બેંકોના કંસોર્ટિયમે નરેશ ગોયલને કંપનીના બોર્ડ પરથી હટાવી દીધી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31