GSTV
Gujarat Government Advertisement

ઘટસ્ફોટ/ બોરિસ જૉનસન સાથે તેના જ ઘરમાં બાંધ્યા શારીરિક સંબંધો, આ બિઝનેસવુમને કર્યો મોટો ધડાકો

બોરિસ

Last Updated on March 30, 2021 by

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. આ વખતે તેઓ એક કથિત ગર્લફ્રેન્ડના ચોંકાવનારા ખુલાસાના કારણે ચર્ચામાં છે. અમેરિકાની બિઝનેસવુમન જેનિફર આરક્યૂટીએ દાવો કર્યો છે કે તે બોરિસ જૉનસન સાથે 4 વર્ષ સુધી રિલેશનશિપમાં રહી. એક ઇન્ટરવ્યુમાં જેનિફર આરક્યૂરીએ કહ્યું કે તે બોરિસ સાથે તેના ઘરમાં પણ શારીરિક સંબંધ બાંધી ચુકી છે.

ઘરેથી નીકળતાં જ આવી ગઇ બોરિસની પત્ની

બ્રિટનના વર્તમાન પ્રધાનમંત્રી બોરિસ જૉનસન અને અમેરિકાની બિઝનેસવુમન જેનિફર આરક્યૂરીના સંબંધો વિશે પહેલા પણ ઘણી ચર્ચા થઇ છે. હવે જેનિફરે આ ચર્ચાઓ પર મહોર મારી દીધી છે. તેણે જણાવ્યું કે 2012 પેરાલંપિકમાં એક કાર્યક્રમ પહેલા તત્કાલીન લંડનના મેયર બોરિસ જૉનસન સાથે તેમની મુલાકાત થઇ. તે બાદ તેઓ બોરિસના આઇલંગટન સ્થિત નિવાસસ્થાને આવી. જ્યાં તેણે પહેલીવાર બોરિસ સાથે શારીરિક સંબંધો બાંધ્યા. જેનિફરે તે પણ જણાવ્યું કે તેના ત્યાંથી નીકળ્યાની માત્ર 10 મિનિટ બાદ બોરિસની પત્ની મરીના વ્હીલર ત્યાં આવી ગઇ હતી. ઇન્ટરવ્યુમાં જેનિફરે ચોંકાવનારા દાવા કર્યા છે.

બોરિસ

ચાર વર્ષ સુધી રહ્યું અફેર

જેનિફરે દાવો કર્યો છે કે જ્યારે બોરિસ લંડનના મેયર હતાં ત્યારે તેનુ અફેર શરૂ થઇ ચુક્યુ હતુ, આ સંબંધ 4 વર્ષ સુધી રહ્યાં. જ્યારે તેમની વચ્ચે ખૂબ જ ઘનિષ્ઠતા હતી ત્યારે અઠવાડિયામાં એકવાર બંનેની મુલાકાત થતી હતી. જેનિફરે કહ્યું, બોરિસનો ઇંટેલેક્ચુઅલ અંદાજ તેમને ખૂબજ પસંદ હતો. જેનિફરે દાવો કર્યો કે 2012થી 2016 સુધી તે બોરિસ સાથે અંતરંગ સંબંધોમાં રહી.

પેરાલંપિક ઉદ્ઘાટન સમારોહના ગણતરીના કલાકો પહેલા બાંધ્યા શારીરિક સંબંધો

જેનિફરે દાવો કર્યો હતો કે, પેરાલિમ્પિક સમારોહ પહેલા, 29 ઓગસ્ટ, 2012 ના રોજ, તેણીએ બોરિસ સાથે સંબંધ બાંધ્યો હતો. તે સાંજે, 11 મિલિયન લોકોએ પેરાલિમ્પિક ઉદઘાટન સમારોહમાં ભાગ લીધો હતો. બોરીસે અહીં પ્રિન્સેસ એની, પ્રિન્સ વિલિયમ અને તેની પત્ની કેટ સાથે સ્ટેજ શેર કર્યુ હતુ. આખા કાર્યક્રમ દરમ્યાન, બોરિસ જેનિફર સાથે રાતભર સંપર્કમાં રહ્યો. બોરિસ જેનિફરને પરત બોલાવી રહ્યા હતા.

બોરિસ

બોરિસને જબરદસ્તીથી ઓરડામાંથી બહાર કાઢવો પડ્યો

જેનિફરે દાવો કર્યો છે કે જ્યારે તે બોરિસ સાથે ઘરે એકલી હતી ત્યારે તેણે તેને જબરદસ્તી બહાર કાઢ્યો હતો. બોરિસ તેને એકલા છોડવા તૈયાર નહોતો. જેનિફર કહે છે કે તે ખૂબ જ વિચિત્ર હતું કે થોડા કલાકો પછી બોરિસને ટીવી પર આવવાનું હતું અને તે ત્યાંથી નીકળવા તૈયાર નહોતો.

જ્યારે જેનિફરને પુસ્તક લખવાની ના પાડી

જેનિફર આરક્યૂરીએ એકવાર મજાકથી બોરિસ જ્હોનસનને કહ્યું હતું કે તે ‘અફેર વિથ ધ મેયર’ નામનું એક પુસ્તક લખશે. આના માધ્યમથી લંડનની મહિલાઓને બોરિસના અફેરની જાણકારી મળશે. આ પછી, બોરીસે તરત જ તે ન કરવાનું કહ્યું. આ પછી, જેનિફરે બોરિસને કહ્યું, આશા છે કે તે ક્યારેય તેની અવગણના કરવાની ભૂલ કરશે નહીં.

બોરિસ

મોકલ્યા હતાં ટોપલેસ ફોટો

જેનિફરે કહ્યું, બોરીસે તેને અંતરંગ તસવીરો શેર કરવાનું કહ્યું. ત્યારબાદ તેણે પોતાના ટોપલેસ ફોટો બોરિસને મોકલ્યા. આ પછી પણ, બોરીસે ઘણી વખત આવી તસવીરો શેર કરવા કહ્યું હતું. જ્યારે પણ બોરિસ આવી તસવીરો જોવા ‘અધીરો’ થતો, ત્યારે જેનિફર તેના પ્રોફેશનલ શૂટિંગની તસવીરો મોકલી દેતી હતી. જેનિફરે દાવો કર્યો છે કે, બોરીસે સરકારી વિદેશ યાત્રા દરમિયાન પણ અંતરંગ ફોટોગ્રાફ્સ માટે ‘ભીખ માંગી’ હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો