GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/ જસપ્રીમ બુમરાહ કરી રહ્યો છે લગ્ન! ટીમ ઇન્ડિયા માંથી લીધી લાંબી છુટ્ટી

બુમરાહ

Last Updated on March 3, 2021 by

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીમ બુમરાહ લગ્ન કરી રહ્યા છે. એને લઈ તેમણે ટીમ ઇન્ડિયા માંથી છુટ્ટી પણ લઇ લીધી છે. એમણે ત્રીજી ટેસ્ટ પછી પર્શનલ કારણોને લઇ ટીમ ઇન્ડિયામાંથી છુટ્ટી લીધી છે. જો કે આ સપષ્ટ થયું નથી કે તેનું મુખ્ય કારણ શું છે. એક સમાચાર એજન્સીની ખબર મુજબ, લગ્નને લઇ જસપ્રીત બુમરાહએ છુટ્ટી લીધી છે. બીસીસીઆઈના સૂત્રોના હવાલાથી લખેલી આ ખબર મુજબ, ફાસ્ટ બોલર જલ્દી લગ્ન કરવાનો છે. એવામાં લગ્નની તૈયારીઓને લઇ છુટ્ટી લીધી છે. જો કે હજુએ સપષ્ટ થયું નથી કે તેઓ ક્યારે લગ્ન કરી રહ્યા છે. ,માનવામાં આવી રહ્યું છે કે લગ્ન અમદાવાદમાં થશે.

નહિ હાજર રહે ચોથી ટેસ્ટમાં

બુમરાહે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં માત્ર બે મચ રમી હતી. ચેન્નાઇમાં થયેલ પહેલી ટેસ્ટ મેચમાં બુમરાહે ઘણી ઓવર સુધી બોલિંગ કરી હતી અને એમને વધુ સફળતા મળી હતી. ત્યાર પછી બીજી ટેસ્ટ માટે તેમને આરામ આપવામાં આવ્યો હતો. બુમરાહે અમદાવાદમાં થયેલ ડે -નાઈટ ટેસ્ટમાં વાપસી કરી હતી. ત્યાર પછી તેમને રિલીઝ કરી દેવામાં આવ્યો. ત્યારે બોર્ડે કહ્યું હતું કે જસપ્રીત બુમરાહે પર્શનલ કારણે ચોથી ટેસ્ટ પહેલા BCCIને આગ્રહ કર્યો હતો કે તેમને રિલીઝ કરવામાં આવે. એના આધારે, ફાસ્ટ બોલરને રિલીઝ કરી દેવામાં આવ્યો અને તેઓ ચોથી ટેસ્ટમાં હજાર નહિ રહે.

વન-ડે સિરીઝથી બહાર થયા બુમરાહ

ભારત

બોર્ડે સાફ કર્યું કે છેલ્લી ટેસ્ટ માટે બુમરાહની જગ્યાએ અન્ય ખેલાડીને સામેલ કરવામાં નહિ આવે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સિરીઝને લઇ જસપ્રીત બુમરાહને પસંદ કરવામાં નથી આવ્યો. સાથે જ ખબર છે કે વનડે સિરીઝ દરમિયાન પણ તેઓ ભારતીય ટીમ બહાર રહી શકે છે. ભારતીય ટીમ આ વર્ષે ઘણી બીઝી રહેશે. એવામાં બુમરાહ માટે એ ઉપરાંત સમય નીકળી પણ નથી રહ્યો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ પછી ભારતીય પ્લેયર આઇપીએલમાં બીઝી થઇ ગયા છે. ફરી ઇંગ્લેન્ડમ,આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, ઇંગ્લેન્ડથી ટેસ્ટ સિરીઝ થશે. સાથે જ આ વર્ષે ભારતમાં ટી-20 વર્લ્ડ કપ રમાશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો