GSTV
Gujarat Government Advertisement

બુમ બુમ બુમરાહ: પત્ની સંજના સાથે હાથોમાં હાથ નાખી ફરતો દેખાયો, ખૂબ જ સરસ લાગી રહ્યું છે બંનેનું બોન્ડીંગ

Last Updated on March 19, 2021 by

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહે ટીવી એન્કર સંજના ગણેશન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. બંને હમણાંજ ગોવામાં એક નાના સમારંભમાં લગ્ન કરી લીધા છે. બુમરાહ અને સંજનાના કુટુંબીજનો અને નજીકના મિત્રોની હાજરીમાં આ લગ્ન યોજાયા હતા.

બુમરાહ અને સંજના ગણેશનના લગ્ન 15 માર્ચે થયા

જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનના લગ્ન 15 માર્ચે થયા. બુમરાહે ટ્વિટ કરીને લગ્નના બંધનમાં બંધાયાની જાહેરાત કરી હતી. હવે તેણે લગ્ન પછીનો પહેલો ફોટો શેર કર્યો છે. જેમાં બને એક બીજાના હાથ પકડીને દેખાઈ રહ્યા છે. બુમરાહએ ફોટો કેપ્શનમાં લખ્યું છે કે છેલ્લા કેટલાક દિવસો ખૂબજ શાનદાર રહ્યા. તમારા બધાના મળેલા પ્રેમના ખૂબજ આભારી છીએ. ધન્યવાદ

પ્યાર જો તમને કાબિલ સમજે છે તો તમારું નસીબ બદલી નાંખે

આ પહેલા જસપ્રીત બુમરાહે લગ્નનો ફોટો ટ્વિટ કર્યો હતો. તેણે લખ્યું હતું કે પ્યાર જો તમને કાબિલ સમજે છે તો તમારું નસીબ બદલી નાંખે છે. પ્રેમે અમને ચલાવ્યા. અમે એક સાથે અમારા નવા જીવની શરૂઆત કરી રહ્યા છીએ. બુમરાહે લખ્યું કે અમારી જિંદગીની સૌથી ખુશહાલ દિવસોમાંનો એક છે. જે અમે અમારા લગ્નની અને આનંદની તમારી સાથે શેર કરીએ છીએ.

પર્સનલ કારણોથી તેણે રજા લીધી હતી

બુમરાહ સાથે સંજનાના લગ્નની વાતો કેટલાક સમયથી ખૂબજ ચર્ચામાં છે. જણાવી દઈએ કે બુમરાહે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથા ટેસ્ટમાં બીસીસીઆઈ પાસેથી રજાઓ માંગી હતી. પર્સનલ કારણોથી તેણે રજા લીધી હતી. પછીથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20માં પણ આરામ અપાયો.
આ સાથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન ડે ટીમમાં પણ તેને સામેલ કરાયો નથી. બુમરાહ હવે સીધો આઈપીએલમાં રમતો જોવા મળશે. 9એપ્રિલથી ચાલુ થનારી 14મી સિઝનમાં બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો