GSTV
Gujarat Government Advertisement

કોરોના કાળમાં થતી આત્મહત્યાઓને રોકવા અને એકલતાને દૂર કરવા જાપાનનો સકારાત્મક નિર્ણય

Last Updated on February 24, 2021 by

કોરોનાએ દરેક લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. કરોડો લોકોએ જીવ ગુમાવ્યો છે, તો કરોડો લોકો બેરોજગાર પણ થયા છે. મોટી સંખ્યામાં લોકો ડિપ્રેશનનો શિકાર પણ બન્યા છે. લોકોને ઘણી બધી મુશ્કેલોનો સામનો કરવાનો વારો આવ્યો છે. કોરોના કાળમાં જાપાનની અંદર આપઘાતની ઘટનાઓમાં ઘણો વધારો થયો. જેને કારણ જાપાન સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.

suicide

કોરોના મહામારીમાં જાપાનમાં એકલતાના કારણે આત્મહત્યામાં વધારો

જાપાન સરકારે મિનિસ્ટર ઓફ લોન્લીનેસ (Minister of Loneliness) એટલે કે એકલતા દૂર કરવા માટે એક મંત્રીની નિમણૂંક કરી છે. જેના માટે એક મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે. ધ જાપાન ટાઇમ્સમાં જણાવ્યા પ્રમાણે કોરોના મહામારી દરમિયાન જાપાનમાં એકલતાના કારણે આત્મહત્યાના કેસમાં વધારો થયો. આત્મહત્યાનો આંકડો 11 વર્ષ બાદ એટલો બધો વધ્યો કે સરકારે એક મંત્રાલયની શરુઆત કરવી પડી.

આ મંત્રાલય લોકોની એકલતા દૂર કરવા માટે કામ કરશે. જાપાનના વડાપ્રધાન યોશિહિદે બ્રિટનની માફક પોતાના મંત્રાલયમાં Minister of Loneliness પદ ઉમેર્યુ. જેની શરુઆત આ મહિનાથી જ કરવમાં આવી છે. જ્યારે બ્રિટનની અંદર 2018માં આ પ્રકારની શરુઆત કરવામાં આવી હતી.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો