Last Updated on March 4, 2021 by
જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓના પ્રમાણમાં વધારો થયો છે. કોવિડને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ હોવાથી લોકો જમ્મુ કાશ્મીર તરફ વળ્યા છે. જેને ખુદ જમ્મુ કાશ્મીરના ટુરિઝમના અધિકારીઓ પણ માન્યું છે.
.
જમ્મુ કાશ્મીરમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે તેને માટે થઈને ટુરિઝમના અધિકારીઓ ગુજરાત, દિલ્લી અને અન્ય રાજ્યોમાં પ્રેસ કોનફરન્સ કરી રહ્યા છે. ખાસ તો લોકોને જમ્મુને કાશ્મીરમાં આવનારા સમયમાં આવતા ફેસ્ટિવલમાં લોકો વધુ આવે અને કાશ્મીરી લોકોના રીતભાત પહેરવેશ સહિત જીવન જીવવાની રીતને જાણે. કાશ્મીરના લોકોની મહેમાનગતિ પણ માણવા લાયક હોવાનું જણાવામાં આવ્યું હતું.
જમ્મુ કાશ્મીર ટુરિઝમ દ્વારા પ્રવાસીઓ માટે ધાર્મિક સ્થળે ફરવા માટેનું પેકેજ પણ આપવામાં આવશે, જે પ્રવાસીઓને પરવડે તેવું રાખવામાં આવશે. સાથે અમદાવાદથી શ્રીનગર ડાયરેકટ ફ્લાઇટ સેવા પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, તેવી રજૂઆત પણ કેન્દ્ર સરકારને કરવામાં આવશે.
જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટે દરેક પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ટુરિઝમ ખાતું દરેક રીતે પ્રવાસીઓની મદદ કરવા માટે આતુર છે. ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31