GSTV
Gujarat Government Advertisement

અનંતનાગના શ્રીગુફવારામાં 4 આતંકીઓનો સફાયો, વધુ 2થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાથી સર્ચ ઓપરેશન ચાલુ

Last Updated on February 24, 2021 by

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર હજુ પણ બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. આ એન્કાઉન્ટર અનંતનાગના શ્રીગુફવારાના શાલગુલ જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે આર્મી અને સીઆરપીએફના જવાનો પણ એન્કાઉન્ટર સ્થળે હાજર છે. આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

સુરક્ષા દળ સ્થળ પર પહોંચતાંની સાથે જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું

આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન શરૂ થયા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળ સ્થળ પર પહોંચતાંની સાથે જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયું.

ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન કરતાં આતંકીઓએ કર્યું ફાયરિંગ

શુક્રવારે જમ્મુ-કાશ્મીરના બડગામ અને શોપિયન જિલ્લાઓમાં એન્કાઉન્ટરની અલગ અલગ ઘટનાઓમાં ત્રણ અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક પોલીસ જવાન શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓના છુપાયેલા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ બડગામ જિલ્લાના બિરવાહ વિસ્તારના જાનીગામ ગામને નાકાબંધી અને ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

બે પોલિસ જવાનો થયા ઘાયલ

આ એન્કાઉન્ટરમાં બે પોલીસ જવાન ઘાયલ થયા છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં એકનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત શોપિયાં જિલ્લાના બડીગામમાં એક અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો