GSTV
Gujarat Government Advertisement

શારીરિક સંબંધ માટે મહિલાઓને ગુલામ બનાવી રાખતો: ગળામાં સ્ટીલના પટ્ટાથી બાંધી પિંજરામાં પુરી ક્રૂર અત્યાચાર આચરતો, જોઈ લો આવા છે કાંડ

Last Updated on March 17, 2021 by

એક 40 વર્ષીય શખ્સે પોતાના ઘરમાં 6 મહિલાઓને શારીરિક શોષણ માટે ગુલામ બનાવીને રાખી હતી. પોલિસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. જાણવા મળ્યું છેકે આ યુવાન મિલિટ્રીમાં કામ કરી ચૂક્યો છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની છે. ઓસ્ટ્રેલિયાના ફેડરલ પોલિસે જેમ્સ રોબર્ટ ડેવિસના ગ્રામિણ વિસ્તારમાં બનાવેલા ઘરમાં ગુરુવારે છાપો માર્યો હતો. પોલિસે ખૂબજ મોટા વિસ્તારમાં ફેલાયેલા ઘરમાં કેટલીય શંકાસ્પદ વસ્તુઓ મળી છે. તપાસ બાદ પોલિસે ડેવિસ પર માણસોને ગુલામ બનાવવાનો આરોપ લગાવ્યો છે.

છોકરીઓ માટે નાના નાના કેટલાય ઝૂંપડા બનાવી રાખ્યા

પોલિસનું કહેવું છે કે આરોપી યુવક, પોતાને હાઉસ ઓફ કૈડિફરનો પ્રમુખ બતાવતો હતો. એક પીડિત મહિલાએ ઓસ્ટ્રેલિયાના પ્રાઈવેટ ન્યૂઝને જણાવ્યું કે ડેવિસે તેના ગળામાં સ્ટેઈનલેસ સ્ટીલનો પટ્ટો નાંખીને લોખંડના પાંજરામાં બંધ કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની ફેડરલ પોલિસે જેમ્સ રોબર્ટ ડેવિસના ઘરના ફોટો પણ પબ્લિસ કર્યા છે. ડેવિસની પ્રોપર્ટી ખૂબજ મોટા વિસ્તારમાં ફેલાયેલી છે. છાપામારીની કાર્યવાહીમાં પોલિસને લગભગ 15 કલાક જેટલો સમય લાગ્યો. રિપોર્ટ મુજબ ડેવિસ છોકરીઓ માટે નાના નાના કેટલાય ઝૂંપડા બનાવી રાખ્યા હતા. આ ઝૂંપડા મુખ્ય બિલ્ડિંગથી કેટલાય મીટરો દૂર હતા. તેમાં સિંગલ બેડ બનાવી રાખ્યા હતા.

17 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાના ડિફેન્સ ફોર્સમાં કામ કરી ચૂક્યો

દરોડા દરમિયાન પોલીસને એવા ચાર બોક્સ મળી આવ્યા હતા, જેના પર મહિલાઓના નામ કોતરવામાં આવ્યા હતા. પોલીસને ઘરેથી સે ક્સ સંબંધિત ઘણી વસ્તુઓ પણ મળી આવી હતી. જણાવી દઈએ કે ડેવિસ લગભગ 17 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાના ડિફેન્સ ફોર્સમાં કામ કરી ચૂક્યો છે. પોલિસ દસ્તાવેજો મુજબ ડેવિસ પર 2012થી 2015 વચ્ચે મહિલાઓને ગુલામ બનાવવાનો આરોપ લગાયો છે.

મહિલાઓ સાથે શારીરિક માનસિક અને યૌન દુર્વ્યવહાર કરતો

પોલિસનું કહેવું છે કે આરોપી ડીપિત મહિલાઓને ગુમરાહ કરીને મહિલાઓ સાથે શારીરિક માનસિક અને યૌનદુર્વ્યવહાર કરતો હતો.
પોલિસે એમ પણ કહ્યું કે મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતું હતું. આ કામ ડેવિસની નજરો હેઠળ થતું હતું. મહિલાઓ સાથે આવા કામ બદલ કોઈ જાતના પૈસા મળતા નહોતા.

ગુલામીમાંથી નિકળવાનો પ્રયાસ કર્યો તેને ડેવિસે જાનથી મારી નાંખવાની ધમકી

જે મહિલાઓએ તેની ગુલામીમાંથી નિકળવાનો પ્રયાસ કર્યો તેને ડેવિસે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલિસે દસ્તાવેજી પુરાવા તરીકે કેટલાય ફોન, કેમેરા અને કમ્પ્યુટર જપ્ત કર્યા છે. સેક્સ સ્લેવ બનાવી મહિલાઓ પાસે કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરાવી લીધી હતી. આ કોન્ટ્રાક્ટમાં એવું દેખાડાયું છે કે મહિલાઓ પોતાની મરજીથી પોતાની જાતને ડેવિસના હવાલે કરી રહી છે.

અત્યારે ફક્ત એક પીડિતે શોષણનો આરોપ લગાવ્યો

પોલિસનું કહેવું છે કે ઔપચારિક રીતે અત્યારે ફક્ત એક પીડિતે શોષણનો આરોપ લગાવ્યો છે. આ પહેલા ડેવિસ પોતાને રોપ પરફોર્મર, ફેટિશ ફોટોગ્રાફર, બીડીએસએમ રાઈટર, કિંક એજુકેટર અને કંસેટ એડવોકેટ તરીકે ઓળખાવતો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો