Last Updated on April 2, 2021 by
તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભઆગે ડીએમકેના નેતા સ્ટાલિનના જમાઈના ઘરે દરોડા પાડતા અહીંનુ રાજકારણ ગરમાયુ છે. સ્ટાલિનના જમાઈ સબરીસનના ઘર, ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ આવકવેરાની ટીમો આજે સવારે એક સાથે ત્રાટકી હતી.જોકે કાર્યવાહી અંગે હજી વધારે ખુલાસો થયો નથી પણ એવુ મનાય છે કે, સ્ટાલિનના જમાઈના ઘરમાં મોટા પાયે રોકડ રકમ છુપાવાઈ હોવાની બાતમી આવકવેરા વિભાગને મળી હતી.
તામિલનાડુમાં 234 બેઠકો માટે 6 એપ્રિલે મતદાન થવાનુ છે.ડીએમકે અને કોંગ્રેસ ભેગા મળીને ભાજપ અને એઆઈડીએમકે સામે ચૂંટણી લડી રહ્યા છે.આ સંજોગોમાં ચૂંટણી પહેલા જ પાડવામાં આવેલા દરોડોના પગલે તામિલનાડુમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આઈટી વિભાગે જે સ્થળોએ દરોડા પાડ્યા છે તેમાંથી એક સ્થળે સ્ટાલિનની પુત્રી એટલે કે સબરીસનના પત્ની રહે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31