Last Updated on April 5, 2021 by
સુપ્રિમ કોર્ટ આગામી સપ્તાહે 1994 માં ઇસરો (ઇસરો) ના વૈજ્ઞાનીક નંબી નારાયણન સંબંધિત જાસૂસી કેસમાં સુનાવણી કરશે. આ મામલાની તપાસ માટે 2018 માં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ તાજેતરમાં જ પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે તેના પૂર્વ ન્યાયાધીશ (નિવૃત્ત) ડી.કે. જૈનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી અને કેરળ સરકારને નારાયણનના “ઘોર અપમાન” માટે 50 લાખ રૂપિયા આપવાની સૂચના આપવામાં આવી હતી.
સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને રાજ્ય સરકારને સમિતિઓમાં પ્રત્યેક એક અધિકારીની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો, નારાયણનને “પરેશાન કરવા અને ભારે પીડા પોહ્ચાડવા બદલ” દોષિત અધિકારીઓ સામે યોગ્ય પગલાં ભરવા સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રમણ્યમની બેંચ સમક્ષ ઝડપી સુનાવણી માટે કરવામાં આવી હતી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેંચને જણાવ્યું હતું કે એક અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે અને તે એક “રાષ્ટ્રીય મુદ્દો” છે. ખંડપીઠે કહ્યું કે તે તેને મહત્વપૂર્ણ બાબત માને છે પરંતુ ઝડપી સુનાવણીની જરૂરી નથી. ખંડપીઠે કહ્યું કે, “અમે આવતા અઠવાડિયે તેની સુનાવણી કરીશું.”
જાસૂસીનો મામલો વર્ષ 1994 માં આવ્યો હતો
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના ભૂતપૂર્વ વૈજ્ઞાનીક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી અંગે કોર્ટે 2018 માં કહ્યું હતું કે અટકાયત દ્વારા તેના માનવાધિકારનો ભંગ કરવામાં આવ્યો હતો અને તેની અગાઉની તમામ સિદ્ધિઓને ડામવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાસૂસીનો આ કેસ 1994 માં આવ્યો હતો. ભારતના અંતરિક્ષ કાર્યક્રમથી સંબંધિત કેટલાક ગુપ્ત દસ્તાવેજો પર બે વૈજ્ઞાનીકો અને માલદીવની બે મહિલાઓ સહિત ચાર લોકોએ તે અન્ય દેશોને સોંપવાનો આરોપ મુકાયો હતો.
તપાસ સમિતિએ તાજેતરમાં જ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો
કેરળમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર દરમિયાન વૈજ્ઞાનીકની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય સભ્યોની તપાસ સમિતિએ તાજેતરમાં સીલબંધ પરબિડીયામાં કોર્ટમાં પોતાનો અહેવાલ આપ્યો હતો. સીબીઆઈએ તેની તપાસમાં કહ્યું કે કેરળના તત્કાલીન ઉચ્ચ પોલીસ અધિકારીઓ નારાયણનની ગેરકાયદેસર ધરપકડ માટે જવાબદાર હતા. આ કેસથી રાજકીય ઘમાસાણ પણ શરૂ થઈ ગયું હતું. કોંગ્રેસના એક ગુટે તત્કાલીન મુખ્યમંત્રી કે કરુણાકરણને નિશાન બનાવ્યા હતા, ત્યારબાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31