GSTV
Gujarat Government Advertisement

શરીરમાં આયરનની ઉણપના કારણે થઇ શકે છે આ ગંભીર બીમારીઓ, આ સંકેતો ઓળખી લો નહીંતર…

આયરન

Last Updated on March 18, 2021 by

આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે શરીરને દરેક વિટામિન, મિનરલ્સ અને પોષક તત્વોની સમાન માત્રામાં જરૂર હોય છે. આવું જ એક આવશ્યક મિનરલ છે આયરન (Iron), જે લાલ રક્તકણોમાં રહેલા પ્રોટીન હિમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે, જેથી ઓક્સિજન શરીરના દરેક ભાગમાં સરળતાથી પહોંચી શકે. જો હિમોગ્લોબિનને બનાવવામાં મદદ કરે છે જેથી શરીરના દરેક અંગ સુધી ઓક્સીનજ સરળતાથી પહોંચી શકે છે. જો શરીરમાં હિમોગ્લોબિન યોગ્ય માત્રામાં બનવાનું બંધ થઇ જાય તો શરીરની તમામ માંસપેશિયો અને ટીશ્યૂઝ સુધી પૂરતી માત્રામાં ઓક્સિજન પહોંચી નહીં શકે. શરીરમાં આયરનની ઉણપના કારણે જે બીમારી થાય છે તેને એનીમિયા (Anemia) કહેવાય છે.

આયરન

આ કારણોથી શરીરમાં  થઈ શકે છે આયરનની ઉણપ

અમેરિકન હેલ્થ વેબસાઇટ અનુસાર ઘણી વખત આયરનથી ભરપૂર આહારનું સેવન ટાળવાને કારણે શરીરમાં આયરનનો અભાવ થઇ શકે છે. આ સિવાય પીરિયડ્સ દરમ્યાન વધારે રક્તસ્રાવ થવાને કારણે લોહીની ઉણપ થાય છે અને જો આ સમયે આયરનથી ભરપૂર વસ્તુઓ ન ખાવામાં આવે તો શરીરમાં આયરનની કમી આવી શકે છે. આ સિવાય ગર્ભાવસ્થા દરમ્યાન આયરનની જરૂરિયાત વધી જાય છે અને આને લીધે, સમયે સમયે આયરનનો અભાવ પણ જોવા મળે છે.

આયરન

આયરનની ઉણપને કારણે થઈ શકે છે આ રોગો

જો આયરનની ઉણપની સમસ્યાની સમયસર સારવાર ન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે જેના કારણે વ્યક્તિને ડિપ્રેશન થઈ શકે છે, ઇન્ફેક્શનનું જોખમ વધે છે, જે ઘણા રોગોનું કારણ બની શકે છે, સગર્ભા મહિલાના શરીરમાં જો આયરનની ઉણપ હોય તો પ્રીમેચ્યોર ડિલિવરીનું જોખમ રહેલું છે, બાળક જન્મ સમયે બાળકનું વજન ઓછું હોઇ શકે છે, હૃદયરોગનું જોખમ ઉભુ થઇ શકે છે, બાળકોના શરીરમાં આયરનનો અભાવ હોય તો તેમનો વિકાસ અટકે છે.

આયરન

શરીરમાં આયરનની ઉણપના લક્ષણો

1. ખૂબ થાક અને નબળાઇ મહેસૂસ થવી

2. ત્વચાનો રંગ પીળો પડી જવો અથવા ત્વચા ફીક્કી પડી જવી

3. શ્વાસ ફૂલવો અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી

4. અનિયમિત હૃદયના ધબકારા

5. માથાનો દુખાવો અથવા ચક્કર આવવા

6. છાતીમાં દુખાવો થવો

7. વાળ અને ત્વચા શુષ્ક થઇ જવા

8. રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ (પગમાં દુખાવો અને કળતર)  

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો