GSTV
Gujarat Government Advertisement

IRCTC Tour Package : માત્ર 9450 રૂપિયામાં કરી શકશો આ ધાર્મિક સ્થળોની યાત્રા, રેલવેનું ખાસ પેકેજ

Last Updated on March 28, 2021 by

ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ.એ એક પેકેજ ઓફર કર્યું છે. આ પેકેજમાં દેશમાં ઘણા જાણીતા ધાર્મિક સ્થાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેકેજમાં માત્ર 9450 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં તમને 9 રાત્રી અને 10 દિવસની યાત્રા કરાવવામાં આવશે. યાત્રીકો IRCTCની વેબસાઈટ ઉપર ઓનલાઈન બુકીંગ કરી શકાવો છો. તે સિવાય IRCTC પર્યટક સુવિધા કેન્દ્ર, ક્ષેત્રીય કાર્યાલય અને ક્ષેત્રીય કાર્યાલયોના માધ્યમથી પણ બુકીંગ કરી શકાય છે.

બૈદ્યનાથ – આ જ્યોતિર્લિંગ મંદિર છે. દેશના અલગ અલગ ભાગોમાં રહેલા 12 જ્યોતિર્લિંગમાંતી એક બૈદ્યનાથ જ્યોતિર્લિંગ પણ છે. જે ભક્તોની કામના પૂરી કરવા માટે જાણવામાં આવે છે. તેને કામના લીંગ પણ કહેવામાં આવે છે. તે ભારતના ઝારખંડ રાજ્યમાં સંથાલામં સ્થિત છે.

ગયા – ભારતના ધાર્મિક સ્થળોમાં ગયા પણ જાણીતું છે. આ બિહાર રાજ્યના ગયા જિલ્લામાં આવેલું છે. જેનું હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મોમાં ઐતિહાસિક મહત્વ છે. અહીંયા પિતૃની શાંતિ માટે પિંડ દાન પણ કરવામાં આવે છે.

પુરી – તે ભારતના ઓડિશા રાજ્યમાં સ્થિત એક શહેર છે જે શ્રી જગન્નાથમંદિર માટે જાણીતું છે. જગન્નાથ ચાર ધામોમાંથી એક છે.

કોણાર્ક – ભારતના ઓડિશા રાજ્યમાં સ્થિત એક શહેર છે. જ્યાં સૂર્ય મંદિર ઘણુ પ્રસિદ્ધ છે. તેને જોવા માટે વિશ્વમાંથી લોકો આવે છે.

પેકેજ ડિટેલ્સ

  • પેકેજનું નામ – Puri Gangasagar Yatra (NZTT06)
  • પેકેજ પ્રાઈઝ – 9450 રૂપિયા
  • કેટલા દિવસ – 9 રાત અને 10 દિવસ

ડેસ્ટીનેશન કવર

  • ફ્રીકવન્સી – 1-4-21
  • ટ્રાવેલિંગ મોડ – રેલગાડી
  • ક્લાસ – SL & 3AC
  • મીલ પ્લાન -બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર
  • સ્ટેશન / ડિપાર્ચર ટાઈમ – જલંધર સીટી – 5 વાગ્યે
  • ડેસ્ટિનેશન કવર – બૈદ્યનાથ ધામ, ગંગાસાગર, પુરી, કોણાર્ક અને ગયા
  • આ જગ્યા ઉપર રોકાશે ટ્રેન – જલંધર સીટી, લૂધીયાના, ચંડીગઢ, અંબાલા કૈંટ, કુરૂક્ષેત્ર, કરનાલ, પાનીપત, દિલ્લી કૈંટ, રેવાડી, અલવર, જયપુર, આગરા ફોર્ટ, કાનપુર, ઈટાવા, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સીટી અને વારાણસી

પેકેજ કોસ્ટ

પ્રતિ વ્યક્તિ 3 AC – 15, 750, પ્રતિ વ્યક્તિ સ્લીપર 9,450

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો