Last Updated on March 25, 2021 by
IRCTC મુસાફરો માટે ખાસ ઓફર લઈને આવી છે. આ ઓફરમાં તમને ચાર ધામની સફર કરાવવામાં આવશે. ખાસ વાત એ છે કે આ માટે તમારે ફક્ત 40,100 રૂપિયા ખર્ચ કરવા પડશે. આમાં, તમને 11 રાત અને 12 દિવસની યાત્રા કરાવવામાં આવશે. આ સાથે, તમને આ યાત્રામાં ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથના દર્શન કરાવવામાં આવશે. આ સિવાય જો તમારે ફક્ત 2 ધામની મુસાફરી કરવી હોય તો તેના માટે તમારે 34,650 રૂપિયા ખર્ચ કરવા પડશે. IRCTCના આ ટૂર પેકેજનું નામ છે ‘હિમાલયન ચાર ધામ યાત્રા -2021’. આ પેકેજ હેઠળ, તમે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ જોઈ શકશો.
હરિદ્વારથી કેટલો ખર્ચ થશે?
IRCTC અનુસાર, આ પેકેજનું ભાડુ પ્રતિ વ્યક્તિદીઠ 43850 રૂપિયા હશે, પરંતુ જો તમે ફક્ત 2 ધમાસની મુલાકાત લેવી હોય તો તે વ્યક્તિ દીઠ રૂ. 37800 રહેશે. જો તમારે હરિદ્વારથી ચારધામ સુધીની મુસાફરી કરવી હોય તો આ માટે તમારે 40,100 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, તમારે બે ધામની યાત્રા માટે 34,650 રૂપિયા ચૂકવવા પડશે.
મુસાફરો માટે ખાસ વ્યવસ્થા
તમને જણાવી દઇએ કે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, આ પેકેજમાં મુસાફરોની વિશેષ કાળજી લેવામાં આવી છે. આ સિવાય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઈનનું પણ તેમાં સંપૂર્ણ પાલન કરવામાં આવશે, જેથી મુસાફરોની સુરક્ષા બની રહે
મળશે આ સુવિધાઓ
- આ સિવાય તમને આ પેકેજમાં ભોજનની વ્યવસ્થા પણ મળશે.
- 3 સ્ટાર હોટેલમાં તમારા રોકાણ માટે બુકિંગ કરવામાં આવશે, જેથી તમને બધી સુવિધાઓ મળે.
- ચાર ધામ યાત્રા પર ગ્રુપમાં ફક્ત 20 મુસાફરો જ લેવામાં આવી રહ્યા છે.
- વધુ માહિતી માટે તમે irctctourism.com ની મુલાકાત લઈ શકો છો.
આ નંબર પર સંપર્ક કરો
કોઈ પણ જાણકારી માટે તમે IRCTC દ્વારા જારી હેલ્પલાઇન નંબર 9717641764, 8287930908, 8287930909, 8595930981 અને 8287930910 પર સંપર્ક કરી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31