Last Updated on April 3, 2021 by
ઇરાકમાં એક બાળક ત્રણ પ્રાઇવેટ પાર્ટ સાથે પેદા થયો છે. ડોક્ટરનું કેહવું છે કે એમણે આવો પહેલો કિસ્સો જોયો છે, જેમાં કોઈ બાળક પાસે એકથી વધુ પ્રાઇવેટ પાર્ટ છે. સામાન્ય રીતે હાથ અથવા પગની આંગળીઓની સંખ્યા વધી શકે છે, પરંતુ પ્રાઇવેટ પાર્ટનો મામલો તેમણે પહેલી વખત જોયો છે.
મોસુલ પાસેનો કિસ્સો
ખબર મુજબ, બાળકનો જન્મ ઇરાકના ઉત્તરી ભાગના મોસુલ પાસે થયો છે. તેમણે કહ્યું કે આ બાળક સાથે ચમત્કાર જેવું થયું છે. આ બાળકના ત્રણમાંથી એક પ્રજનન અંગ 2 સેમી લાંબો છે, ત્રીજો એક સેમી. જો કે આ મુખ્ય પ્રજનન અંગથી અલગ છે. પરંતુ આ ઘટના સામાન્ય નથી. એટલે કોઈ શારીરિક કાર્યમાં સામેલ ન થઇ શકે. એવામાં ડોક્ટર્સનું કહેવું છે કે એમાં બંને વધુ પ્રજનન અંગને ઓપરેશન પછી હટાવી દેવામાં આવશે. ડોકટર્સનું કહેવું છે કે એવું પ્રેગ્નેન્સી સમયે કોઈ સમસ્યાના કારણે થઇ શકે છે, અથવા એના માટે પારિવારિક આનુવાંશિક ઇતિહાસ જવાબદાર હોઈ શકે છે.
સુપરનુમેમરીનો મામલો
આ બાળકના ત્રણ પ્રજનન અંગ સાથે જન્મની ઘટના દુર્લભ છે, પરંતુ આ પહેલો મામલો નથી. એને સુપરનુમેમરી(Supernumerary penises occur)નો કેસ કહે છે. દુનિયાભરમાં 50થી 60 લાખ બાળકના જન્મમાં એક કેસ એવો મળે છે. જો કે અત્યાર સુધી દુનિયામાં બે પ્રજનન અંગો સાથે જન્મના લગભગ 100 કેસો સામે આવી ચુક્યા છે, પરંતુ ત્રણનો આ પહેલો કેસ છે.
વૈજ્ઞાનિકોએ આપ્યું ટ્રાઇફાલિયાનું નામ
ઈરાકી બાળકના મામલે વૈજ્ઞાનિકોએ ટ્રાઇફાલિયા(triphallia) નામ આપ્યું છે. આ અંગે એક ઇન્ટરનેશનલ સ્ટડી પણ પ્રકાશિત થઇ ચુક છે. એવું જ ભારતમાં 2015માં સામે આવ્યું હતું. જો કે એ મામલે ડોક્ટરને વધુ પુરાવા મળ્યા નથી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31