Last Updated on February 24, 2021 by
ઈરાનમાં એક મહિલાને ફાંસીની સજા આપવામાં આવી હતી પરંતું ફાંસીના ફંદા સુધી પહોંચ્યા પહેલા જ હાર્ટ એટેકથી તેનું મોત થઈ ગયું. આ પછી મહિલાના શબને જ ફાંસીના ફંદા પર લટકાવી દેવામાં આવ્યું. ઈરાનનો અમાનવીય અને ક્રુર ચહેરો ફરી એક વખત દુનિયા સમક્ષ ઉઘાડો પડ્યો છે.
જાહરાને અને તેના બે બાળકોને તેનો પતિ રોજ મારઝૂડ કરતો
ઈરાનમાં જાહરા ઈસ્માઈલી નામની મહિલા અને તેના પતિ વચ્ચે ટકરાવ ચાલતો હતો. જાહરાને અને તેના બે બાળકોને તેનો પતિ રોજ મારઝૂડ કરતો હતો. આવા જ એક ઝઘડામાં મહિલાએ પતિની હત્યા કરી નાંખી હતી.
જાહરાને ફાંસી અપાય તે પહેલા જ હાર્ટ એટેક આવી ગયો
ઈરાનમાં કાયદા સખ્ત છે અને આ કેસમાં જાહરાને ફાંસીની સજા અપાઈ હતી. ઈરાનની સરકાર કોઈ પણ કિંમત પર મહિલાને ફાંસી આપવા માંગતી હતી. મહિલાના વકીલનુ કહેવુ છે કે, જાહરા પહેલા બીજા 16 લોકોને ફાંસીએ ચઢાવવાના હતા અને તેના ડર અને તનાવ વચ્ચે જાહરાને ફાંસી અપાય તે પહેલા જ હાર્ટ એટેક આવી ગયો હતો અને તે મોતને ભેટી હતી.
મહિલાના ગળામાં ફાંસીનો ફંદો પણ નાંખવામાં આવ્યો હતો
વકીલનો આક્ષેપ છે કે, આમ છતા સરકારી તંત્રે તમામ માનવતા નેવુ મુકી દીધી હતી અને મૃત મહિલાના મૃતદેહના હાથ બાંધ્યા હતા અને તેને સ્ટૂલ પર ગોઠવ્યો હતો. મહિલાના ગળામાં ફાંસીનો ફંદો પણ નાંખવામાં આવ્યો હતો. એ પછી મહિલાની સાસુએ ટેબલને લાત મારી હતી અને પહેલેથી જ મૃત જાહીરાની લાશ ફાંસીના ફંદા પર ઝુલવા માંડી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31