GSTV
Gujarat Government Advertisement

ભાજપના માનીતા ઠાકુરને સ્પા સેક્સ રેકેટ નડયું, સરકારે 3 IPSને બળજબરીથી કરી દીધા નિવૃત્ત

Last Updated on March 24, 2021 by

મોદી સરકારે ઉત્તર પ્રદેશના IPS અધિકારી અમિતાભ ઠાકુરને વહેલા નિવૃત્ત કરવાનો આદેશ આપ્યો એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. યોગી સરકારે કરેલી ભલામણના આધારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે, ઠાકુર સહિત ત્રણ અધિકારીને જાહેર હિતમાં પોલીસ સેવામાં ચાલુ રાખવા યોગ્ય નહીં હોવાથી તેમને વહેલા નિવૃત્ત કરી દેવાનો નિર્ણય લેવાયો છે. 

સમાજવાદી પાર્ટીના મુખિયા મુલાયમસિંહ યાદવ સામે મોરચો માંડીને ચર્ચામાં આવેલા ઠાકુરની ગણના એક સમયે ભાજપના માનીતા IPS અધિકારીઓમાં થતી હતી. હવે ઠાકુર અચાનક અળખામણા બની ગયા એ માટે ઈન્દિરાનગર સ્પા સેક્સ રેકેટને જવાબદાર ગણવામાં આવે છે. આ કેસમાં કોન્સ્ટેબલ વિશાલ સૈનીએ ટ્રેન સામે કૂદીને આપઘાત કરી લીધો હતો. સૈનીએ આઈએએસ અધિકારી પ્રાચી સિંહને આપઘાત માટે જવાબદાર ગણાવ્યાં હતાં. આ સ્પામાં નેતાઓની અવરજવર રહેતી હોવાના આક્ષેપો પણ થયા છે.

IPS Amitabh Thakur

ઠાકુર આ કેસમાં ભારે રસ લઈ રહ્યા હતા. ઠાકુરે પ્રાચી સિંહ સહિત અન્ય IPS અધિકારીઓ સામે તપાસની પણ ખુલ્લેઆમ તરફેણ કરતાં ખફા યોગીએ ઠાકુરને રસ્તો બતાવી પાવર બતાવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો