GSTV
Gujarat Government Advertisement

અદ્ભૂત / હાઈ પ્રોફાઇલ IPL લીગના આઠ શાનદાર કેચ, જેને જોઇ તમે પણ થઇ જશો હૈરાન

IPL

Last Updated on April 8, 2021 by

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન શરૂ થવામાં હવે ગણતરીના કલાકો બાકી છે. વર્લ્ડ ક્રિકેટની સૌથી હાઈ પ્રોફાઇલ લીગમાં બેટ અને બોલથી વધારે બેસ્ટ ફિલ્ડિંગ અને કેચની ચર્ચા થાય છે. આજે આપણે આવા જ કેચ વિશે વાત કરીશું.

પોલાર્ડે એક હાથથી પકડ્યો કેચ

IPL 2020માં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સના કાયરન પોલાર્ડે બાઉન્ડ્રી લાઇન પર બેટ્સમેન જોસ બટલરનો એક હાથથી શાનદાર કેચ પકડ્યો. આ કેચ જોઇ બધા સ્તબ્ધ થઇ ગયા હતા.

બેન સ્ટોક્સનો શાનદાર કેચ

દિલ્હી ડેરડેવિલ્સ વિરુદ્ધ બેન સ્ટોક્સે IPL 10ના ગ્રુપ મેચ દરમિયાન મોહમ્મદ શમીનો બાઉન્ડ્રી લાઇન પર શાનદાર કેચ પકડ્યો હતો. તેને જોઇ પ્રેક્ષકો હૈરાન રહી ગયા હતા.

ડ્વેન બ્રાવોએ હવામાં ઉડી કેચ પકડ્યો

IPL 2015માં રાજસ્થાનના બેટ્સમેન શેન વોટ્સનના શોટને ડ્વેન બ્રાવોએ હવામાં ઉછળી શાનદાર કેચ પકડ્યો હતો.

ગુરકિરત સિંહ માનનો શાનદાર કેચ

આઈપીએલ 2013માં રોઝ ટેલરે ફાઇન લેગ તરફ ફટકારેલો છગ્ગાને ગુરકિરત માને કેચમાં ફેરવ્યો હતો.

સુરેશ રૈનાનો ગજબ કેચ

કેકેઆર વિરુદ્ધ ગુજરાત લાયન્સના સુરેશ રૈનાએ એવો કેચ પકડ્યો, જેને જોઇ કહી શકાય છે કે આ કેચ ફક્ત રૈના જ પકડી શકે છે. સ્મિથની બોલ પર સૂર્યકુમાર યાદવે સ્લિપમાં શોટ માર્યો, પરંતુ તે ભૂલી ગયો હતો કે રૈના ત્યાં ઉભો છે. રૈનાએ હવામાં ઉડી શાનદાર કેચ પકડ્યો.

એબી ડિવિલિયર્સ બન્યો સુપરમેન

એબી ડિલિવિર્સને મહામાનવ કહીએ તો કંઇ ખોટું નથી. મુંબઈ ઇન્ડિયન્સના અંબાતી રાયડૂનો તેણે શાનદાર રીતે કેચ પકડ્યો હતો. આ કેચ જોઇને તેને આ ઉપાધી આપી શકાય છે.

ક્રિસ લિનનો કેચ જોઇ પ્રેક્ષકો થયા સ્તબ્ધ

ઓસ્ટ્રેલિયાના ખેલાડી ક્રિસ લિને આઈપીએલ 2014માં બાઉન્ડ્રી લાઇન પર ડિવિલર્સનો અવિશ્વસનીયકેચ પકડ્યો હતો. તે આઈપીએલના ઇતિહાસના શાનદાર કેચમાંનો એક છે.

વોટસન અને ડેવિડ વીસેની જોડી

આરસીબીના શેન વોટસન અને ડેવિડ વીસેની જોડીએ ડિલ્હી ડેરડેવિલ્સના શ્રેયસ અય્યરનો કેચ પકડ્યો હતો. જેને જોઇ તમે પણ હૈરાન થઇ જશો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો